AhmedabadGujarat

સ્કાયમેટે બિપોરજોય વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સ્કાયમેટ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડુ નબળું પડ્યું છે. જ્યારે આ વાવાઝોડું માંડવીથી કરાંચી વચ્ચે ટકરાવવાની શક્યતા છે.

સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડું ગુજરાતની તરફ આવી રહ્યું છે. જ્યારે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે ત્યારે પવનની ગતી ભારે હશે. બિપોરજોય વાવાઝોડું માંડવીથી કરાંચી વચ્ચે ટકરાવવાની શક્યતા રહેલી આ દરમિયાન દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. તેના લીધે અનેક વૃક્ષો ધરાશાઈ થવાની સાથે વીજપોલને ઘણું નુકસાન પહોંચશે. વાવાઝોડુ બપોરના સમયે ટકરાવવાની શક્યતા રહે છે.

જયારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વાવાઝોડું 8 કિમીની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાવવાની શક્યતા રહેલી છે. તેની સાથે 130 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેને લઈ હવે આજથી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન મુજબ, પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. આ સાથે 16 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. જ્યારે આ વાવાઝોડું રાજસ્થાન તરફ જવાની પણ શક્યતા છે.