GujaratRajkotSaurashtra

માતાના પ્રેમી સાથે પુત્ર અને કાકાએ લીધો એવો બદલો કે હવે જેલની હવા ખાવી પડશે…..

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચારો સામે આવતા રહે છે જ્યારે આજે આવી જ એક બાબત રાજકોટથી સામે આવી છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગંજીવાડા નજીક એક યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જાણકારી મુજબ, પુત્ર અને તેના કાકા દ્વારા તેની માતાને ભગાડી ગયેલા યુવાનને ધોળા દિવસે છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જ્યારે હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, થોરાળામાં ટ્રક ડ્રાઈવર સલીમ જુસબ વંથરાની હત્યા કરવામાં આવી હતી. 2017 માં તેના દ્વારા ગંજીવાડાના રહેવાસી અવેશની માતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી અવેશને તેની સામે આક્રોશ રહેલો હતો. આ જાણ્યા બાદ સલીમ દ્વારા થોરાળા આવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, કાલાવડ અને જામનગરમાં મોટાભાગે તે રહેતો હતો.

 

એવામાં આરોપી અવેશને જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, સલીમ બાઇક લઇને મહાકાલી મંદિર પાસેથી જવાનો છે. આ કારણોસર અવેશ અયુબ તેના મિત્ર અરબાઝ રફીક અને કાકા આબિદ ગની સાથે બાઇક પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્રણેય દ્વારા સલીમને રોકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અવેશ દ્વારા તેના પર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. અવેશે સલીમને ઉપરાછાપરી છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા જ થોરાળાના પીઆઈ જેઠવા, પીએસઆઈ જી. એસ. ગઢવી અને ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા અને ત્રણેય આરોપી ધરપકડ કરી લીધી હતી.

તેની સાથે તમને જણાવી દઈએ કે, રાજકોટમાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોલીસ હિસ્ટ્રીશીટ કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. તે  સમયે ગુપ્ત જાણકારીના આધારે અવેશ અયુબ ઓડિયાના ઘરમાંથી 2 પિસ્તોલ અને 7 કારતૂસ મળી પ્રાપ્ત કરવામાં આવી હતા. આ ઘટનામાં અવેશની ધરપકડ બાદ તેની પૂછપરછ પણ કરાઈ હતી. તે સમયે તેણે જણાવ્યું હતું કે, આ પિસ્તોલ અને કારતુસ તેની માતા સાથે સંબંધ રાખનાર કાલાવડના રહેવાસી સલીમને મારવા માટે જ મધ્યપ્રદેશથી મંગાવ્યા હતા. જ્યારે આ કેસમાં અવેશ જામીન પર જ બહાર આવ્યો હતો.