SaurashtraGujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામમાં પુત્રએ પિતાની કરી હત્યા, કારણ જાણીને થઈ જશો ચકિત…

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા હોય છે. એવામાં આવી જ એક બાબત દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામના ચાર જુલાઈ ના રોજ રાત્રીના સમયે એક વૃદ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા કરવાની ઘટના ઘટી હતી. જ્યારે હવે આ મામલામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મોટો ખુલાસો થયો છે. મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા આરોપી PGVCL ના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત કરવામાં આવી છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, દ્વારકા પાસે આવેલ લાડવા ગામમાં રહેનાર અને ખેતીકામ કરતા મોહન ભાઈ ભીમાભાઈ સોનગરા નામના વૃદ્ધ ગત ચાર જુલાઈના રોજ પોતાના ખેતરમાં રાત્રીના સમયે સૂતેલા હતા. જ્યારે બીજા દિવસે ખાટલા પરથી તેમનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતમાં મૃતકના પુત્ર સતીશ મોહનભાઈ સોનગરા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા દ્વારકા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં જાણકારી સામે આવી છે કે, મૃતક મોહનભાઈ નો મોટો પુત્ર રાજેશ કે જે PGVCL માં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીશીયન તરીકે ફરજ પર રહેલા છે. તે પોતાના પિતાને હેરાન કરવાના ઈરાદાથી અવારનવાર તેમના ઘર પાસેના રોડ પર જઈ સ્ટ્રીટ લાઈટ બંધ કરી નાખતો હતો. તેની સાથે તેમના ઘર પર પથ્થરના ઘા પણ ફેંકતો રહેતો હતો.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, આરોપી રાજેશ દલવાડી ને પોતાના પિતા પાસે જમીનમાંથી ભાગ જોતો હતો અને અવારનવાર ભાગ માટે માંગણી પણ કરતો રહેતો હતો. પોલીસ દ્વારા રાજેશ ની અટકાયત કરી તેની સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાના પિતાની હત્યાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.