GujaratNarendra Modi

ગુજરાતમાં PM મોદી માટે રક્ષાબંધનની ખાસ તૈયારી, 73 હજાર બહેનો બાંધશે મોદીજી ને રાખડી…

આપણા દેશમાં દરેક જગ્યાએ રક્ષાબંધનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આવા સમયમાં ગુજરાતમાં ભાજપની મહિલા મોરચા પાંખે પણ જોરદાર તૈયારીઓ કરી લીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે 73,000 રક્ષા સૂત્ર તૈયાર કરી દીધા છે, જે તેમને રક્ષાબંધન પર મોકલવામાં આવવાના છે. પીએમ મોદીને રાખડી મોકલીને આ બહેનોએ દેશના વિકાસ અને હિત માટે કામ કરતા રહેવાની શુભેચ્છા પાઠવી તેમને સારા સ્વાસ્થ્ય માટે આશિર્વાદ આપવાની છે. તૈયાર કરેલી રાખડીઓ હાલમાં ગુજરાતમાં ગાંધીનગર મોકલવામાં આવી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે તો ગુજરાતમાં ભાજપની મહિલા મોરચા પાંખના નેતાઓ અને કાર્યકરોએ રક્ષાબંધનને ખાસ કરીને વડાપ્રધાન માટે ખાસ બનાવવા માટે જોરદાર અને ક્યારના તૈયારીઓ કરી રહ્યા છે. તમામ મંડળો અને જિલ્લાઓમાંથી મહિલા કાર્યકરોએ ખાસ આ રાખડીઓ તેમના માટે એટલે કે મોદીજી માટે તૈયાર કરી છે. ભાજપ મહિલા મોરચાએ પણ રાખડીઓ સાથે રક્ષા સપ્તાહની શરૂઆત કરી છે. આ બનાવેલી 73 હજાર રાખડીઓ થોડા જ સમયમાં દિલ્હી મોકલવામાં આવી જશે.

મહિલા મોરચાનું એવું કહેવું છે કે તેમણે વડાપ્રધાનના જન્મદિવસની ભેટ તરીકે આ રાખડીઓ ખાસ તૈયાર કરી હોવાનું કહેવાય છે. આવતા મહિને પીએમ મોદીનો 72મો જન્મદિવસ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવતા અઠવાડિયે 30 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.

દેશમાં જ નહીં વિદેશમાં પણ રક્ષાબંધનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બધા બજારો ફૂલ રખીડીઓથી સજાવેલા છે અને બહેનો પણ પોતાના ભાઈઓના લાંબા આયુષ્યની કામના સાથે બજારમાં રાખડીઓની ખરીદી કરી રહી છે. હાલના સમયે ભાઈઓ પણ તેમની બહેનોને કંઇક સારું આપવા માટે બજારમાંથી ખાસ ભેટો ખરીદી રહ્યા છે.