AhmedabadGujarat

બારીમાં ઉભા રહી પેન્ટની ચેન ખોલીને મહિલાને કર્યા ગંદા ઈશારા અને પછી

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં છેડતી તેમજ મારામારીની ઘટના સામે આવી છે. છે. જ્યાં એક મહિલાના ઘરની સામેના ઘરમાં વસવાટ કરતો યુવક તેના ઘરની બારી પાસે ઊભો રહેતો અને પોતાના કપડાં કાઢીને મહિલાને અશ્લિલ ઈશારાઓ કર્યા કરતો હતો. તેમજ તેણે મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધની માંગણી કરીને તેની સાથ મારામારી કરી હતી. હાલ આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, મહિલા ઘરેથી સિલાઈ કામ કરે છે. 26મી એપ્રિલના રોજ સવારે 8.30 વાગ્યાની આસપાસ મહિલા તેના ઘરની બહાર ઓટલા પર કપડાં ધોઇ રહી હતી. ત્યારે તેના ઘરની સામેના ઘરમાં વસવાટ કરતો યુવક પોતાના ઘરની બારીમાં ઉભો હતો. આ યુવક બારીમાં ઉભો રહીને પોતાના પેન્ટની ચેન ખોલીને મહિલાને અશ્લીલ ઈશારાઓ કરી રહ્યો હતો. યુવકે આ પહેલા પણ મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સબંધની માંગણીઓ કરતો હતો. યુવકની આ પ્રકારની અશ્લીલ હરકતને કારણે મહિલા કંટાળીને ઘરમાં જતી રહી હતી. અને ઘરમાં જઈને મહિલાએ તેના નણંદ અને સાસુને આ અંગે જાણ કરી હતી.

પોલીસ ફરિયાદમાં મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાની સાસુ આ બાબતને લઈને યુવકની માતાને કહેવા ગયા તો યુવકની માતાએ પોતાના પુત્રનો પક્ષ લઈને તેમની સાથે ખૂબ ઝઘડો કર્યો હતો. ત્યારપછી રાતના 10 વાગ્યાની આજુબાજુ આરોપી યુવકની માતાએ મહિલાના ઘરે જઈને મહિલાને કહ્યું કે હાજર હતી, ‘હવે તને મારો દીકરો બતાવશે’ અને પછી ઝઘડો કર્યો હતો. અને આરોપી યુવકે મહિલાને ગંદી ગાળો આપીને બેજબોલના ડંડો જોરથી માર્યો હતો. જો કે, આસપાસના લોકો તરત જ એકઠાં થઇ ગયા હતા. અને તે લોકોએ આરોપી યુવકથી મહિલાને છોડાવી હતી.

તમને જણાવી દઈએ કે, મહિલાએ આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારે ગોમતીપુર પોલીસે મહિલાની ફરિયાદના આધારે આ ઘટનામાં આરોપી યુવક તેમજ માતા-પિતા ગુનો નોંધીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.