
stock market today : સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ખરાબ રહી છે. આજે ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થતા રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા હતા. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં સેન્સેક્સ 318.26 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
બજારની નબળાઈમાં બેન્કિંગ અને ફાઈનાન્શિયલ શેરો મોખરે છે. HDFC, HDFC બેંકના શેર 4-4%ના ઘટાડા સાથે નિફ્ટીમાં ટોપ લૂઝર છે, જ્યારે ICICI બેંકના શેર 1.25 ટકા ઉપર છે.આ પહેલા ગુરુવારે સ્થાનિક બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 555 પોઈન્ટના ઉછાળા સાથે 61,749 પર અને નિફ્ટી 165 પોઈન્ટના ઉછાળા સાથે 18,255 પર બંધ રહ્યો હતો.