ગુજરાત યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા સામે આવેલા ઉત્તરવહી કાંડના ગુનાનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સંકળાયેલા 14 વિદ્યાર્થી આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ અગાઉ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, ઉત્તરવહી લખવા માટે વિદ્યાર્થીઓને આંખે પટ્ટા બાંધી લઇ જવામાં આવ્યા હતા.
આ કૌભાંડને લઈને જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા ના જવાબો લખવા માટે ની ઉત્તરવહી કાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ફરિયાદ થતાં પોલીસ દ્વારા આ કૌભાંડમાં સંકળાયેલા મુખ્ય આરોપી સન્ની, અમિત અને સંજય ડામોરની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા ઉત્તરવહી કાંડની આશ્ચર્યચકિત મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.
તમને જણાવી દઈએ કે, આ ત્રણેય આરોપીઓમાં સન્ની અને અમિત કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે. જ્યારે સંજય ડામોર દ્વારા યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આરોપીઓ કેટલાક એજન્ટો ને વચેટિયા તરીકે રાખીને યુનિવર્સિટીના નબળા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા ના મારફતે ટાર્ગેટ બનાવતા હતા. આરોપી ઓ ઉત્તરવહી લખાવવા વિદ્યાર્થી દીઠ 30 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં મુખ્ય આરોપી નો ભાગ 80 ટકા જ્યારે બાકીના વચેટિયાઓનો ભાગ રહેતો હતો.
આ સિવાય ઉત્તરવહી કાંડ ના કૌભાંડ માં યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યાં ઉત્તરવહીઓ પડી હોય ત્યાંથી પટ્ટાવાળા સંજય મારફતે નક્કી થયેલા વિદ્યાર્થીઓની ખાસ ચિન્હ કરેલી ઉત્તરવહીઓ કાઢવામાં આવતી હતી. આરોપી સંજય ને ઉત્તરવહી કાઢવામાં સરળતા રહે તે માટે વિદ્યાર્થીઓ એ ઉત્તરવહી આગળના પેજ પર સ્વસ્તિક અને છેલ્લા પેજ પર # નું નિશાન કરવાનું રહેતું હતું..
તેની સાથે ઉત્તરવહી કાઢી વાડજ પાસે અમિતની ઓફિસ દ્વારા વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધીને લાવવામાં આવતો હતો. ઓફિસમાં પરીક્ષાની ઉત્તરવહીઓ લખાવવામાં આવતી અને બીજા દિવસે સવાર થતાં પહેલાં આરોપી સંજય દ્વારા ઉત્તરવહીઓ જે તે જગ્યાએ મૂકી દેવામાં આવતી થઈ. પરંતુ એ દિવસ ઉત્તરવહીઓ મૂકવામાં મોડું થતા 24 જેટલી ઉત્તરવહીઓ મિસિંગ જોવા મળી હતી. ત્યાર બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલ 14 અને અગાઉના 3 એમ કુલ 17 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાની જાણકારી સામે આવી છે.