સુરતમાં બસ કંડકટરની દાદાગીરીનો વિડીયો સામે આવતા બસ કંડકટર સામે કરવામાં આવી મોટી કાર્યવાહી
સુરતના ઉધના વિસ્તારથી મારામારીની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં સિટી બસના કંડકટર દ્વારા એક મુસાફરને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. વીડિયોના આધારે અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં કંડકટરને નોકરીમાંથી કાઢી મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં એક સિટી બસમાં કંડકટર દ્વારા ટિકિટ માગનાર મુસાફરને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેના લીધે મુસાફરને ગંભીર ઈજા પહોંચી હતી. એવામાં આ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં ઉધના રોડ પર એક સિટી બસના કંડકટર દ્વારા મુસાફર સાથે ઝઘડો થતા જાહેરમાં ઢોર માર મારીને આધેડ વયના મુસાફરને લોહીલુહાણ કરી ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી.
તેમ છતાં સ્થાનિક લોકો દ્વારા બસને ઘેરી લેવામાં આવી હતી અને બસને રોકી દેવામાં આવી હતી. સિટી બસના કોર્ડિનેટર મેહુલભાઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાઇરલ વિડિયો ને ધ્યાનમાં રાખતા કંડકટર ને નોકરી બરતરફ કરી દેવામાં આવેલ છે. નોંધનીય છે કે, ચાર દિવસ અગાઉ સ્ટેશનથી પાલ જતી બસમાં ટિકિટ માંગનાર સિનિયર સિટિઝન સાથે કંડકટર દ્વારા થયેલ ઝઘડાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
તેની સાથે આ વિવાદ બાદ આપ નેતા દિનેશ કાછડીયા દ્વારા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે, તમામ કંડક્ટરો ની ભરતી પર વિજિલન્સ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ભણેલા ગણેલા લોકો આવી નોકરી કરવા માટે આવતા હોય તેવા લોકોની પસંદગી પ્રથમ પસંદગી કરવામાં આવી જોઈએ. જ્યારે એજન્સીઓ દ્વારા કાયદાનું પાલન કરવામાં ન આવે તેવી એજન્સીઓને તાત્કાલિક ઢોરને બ્લેકલીસ્ટ કરી દેવામાં આવી જોઈએ. તે કારણોસર સુરતમાં આવી ઘટના ઘટે નહીં. તેની સાથે લોકો ડર્યા વગર સીટી બસમાં મુસાફરી કરી શકે અને સુરત શહેરની તિજોરીને નુકસાન ન પહોંચે અને સુરત શહેરને તેને ફાયદો થાય. મુસાફરને માર મારવાની ઘટના માં કમિશનર દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.