GujaratAhmedabad

અમદાવાદના વાતાવારણમાં અચાનક પલટો, અનેક વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. સવારમાં ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેની સાથે આગાહી મુજબ, આજ સવારથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરુ થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજકોટ, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં એકબાદ એક કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં બપોરના સમયે વાતાવરણ પલટો આવવાની સાથે ઝડપી પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. તેના લીધે રસ્તાઓમાં પાણી વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો.

તેની સાથે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેમાં SG હાઈ-વે, ઘુમા, બોપલ, સરખેજ, થલતેજ, ગોતા, સી.જી. રોડ, નહેરૂનગર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેના સિવાય શાહિબાગ અને બાપુનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.