રાજકોટમાં અંધશ્રદ્ધાની ઘટના, પતિ-પત્નીએ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું
રાજકોટથી અંધશ્રદ્ધાની આશ્ચર્યચકિત કરનાર ઘટના સામે આવી છે. વિંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્ની દ્વારા પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, બંન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા હોવાનું સામે આવ્યું છે. બંન્નેનું નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ રહેલ છે જેમણે અંધશ્રદ્ધામાં શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને દ્વારા પોતાનું મસ્તક હવન કુંડમાં હોમી દેવામાં આવ્યું હતું. તમને સાંભળીને જરૂર નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે. પતિ પત્નીની બન્નેની બે સુસાઈટ નોટ પણ આ દરમિયાન મળી આવી હતી તેની સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ રહેલું હતું. પરંતુ તાંત્રિક વિધિ કરવાની સલાહ કોણે આપી તે એક મોત સવાલ છે. કમળ પૂજા કરી પતિ પત્ની દ્વારા જીવન ટૂંકાવવામાં આવ્યું છે. રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્ની દ્વારા મસ્તક હોમી દેવામાં આવ્યા હતા. બે સંતાનની પણ ચિંતા કર્યા વગર બન્ને જણાએ પોતાની જિંદગીનું બલિદાન આપી દીધું હતું.
આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, તાંત્રિક વિધિ પહેલા પતિ પત્ની પોતાના બાળકોને તેમના મામાના ઘરે મૂકી આવ્યા હતા. બન્ને પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિની પૂજા કરતા હોવાની જાણકારી સામે આવી છે. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પતિ-પત્ની દ્વારા જ લોખંડનો માચડો બનાવવામાં આવ્યો હતો. હાલમાં બન્ને મૃતદેહને પીએમ અર્થે વીંછીયા સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. સમગ્ર બાબતમાં વિંછિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આ તારીખના વરસાદી માહોલ બનશે
આ પણ વાંચો: અમદાવાદના અંબિકા દાળવડા સેન્ટરને કરવામાં આવ્યું સીલ, જાણો શું છે મામલો?