રીક્ષાના અડફેટે આવતા ત્રણ બાળકોના પિતાનું સારવાર દરમિયાન મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સુરત શહેરથી સામે આવ્યો છે.
સુરત શહેરના ખટોદરા પાસે રીક્ષા ચાલક દ્વારા એક યુવકને અડફેટે લેતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. ખટોદરા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા રીક્ષા ચાલકે માર્ગ ઓળંગી રહેલા યુવકને અડફેટે લીધો હતો. તેના લીધે યુવકને ગંભીર ઈજા થઈ હતી. એવામાં આ અકસ્માતમાં યુવકના અણધાર્યા મોતથી પરિવારજનોમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના માનદરવાજા રેલ રાહત કોલોનીમાં રહેતો 38 વર્ષીય ગણેશ બાબુ બોરસે ભેસ્તાન ખાતે કાપડના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ સાંજના સમયે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન રોડ ક્રોસ કરતાં પૂર ઝડપે આવી રહેલી રીક્ષા ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી બાજુ ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોએ રીક્ષા ચાલકને પકડી પાડી પોલીસને સોપ્યો હતો.
મૃતક યુવકની વાત કરીએ તો તે ગણેશ બોરસે મૂડ મહારાષ્ટ્રના જલગાંવનો વતની હોવાનું સામે આવ્યું છે. આ યુવક સુરતમાં પત્ની, બે પુત્રી એક પુત્ર સાથે રહી રહ્યો હતો. કપડાના કારખાનામાંકામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. એવામાં અચાનક પૂર ઝડપે આવી રહેલ રીક્ષા ચાલકે અડફેટે લેતા મૃત્યુ નીપજતા ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘટનાને લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇ સલામતપુરા પોલીસ દ્વારા રીક્ષાચાલકની અટકાયત કરી અકસ્માતનો ગુનો દાખલ કાર્યવાહી શરુ કરી છે.