સુરત ACB એ આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયા ની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો…
સુરતથી શહેરથી મોટી જાણકારી સામે આવી છે. સુરતમાં આમ આદમી પાર્ટી નાં કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતમાં પૈસાની માગણી કરવાના આરોપ હેઠળ ACB માં ફરિયાદ કરવામાં આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AAP પાર્ટીનાં કોર્પોરેટર સામે SMC નાં પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આરોપ થતાં તેમની મોડી રાત્રીના ધરપકડ કરાઈ હતી.
તેની સાથે સુરતના પુણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર વિપુલ સુહાગિયા ની ધરપકડ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જાણકારી અનુસાર, આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા વિરુદ્ધ આરોપ લાગ્યો છે કે, થોડા સમય પહેલા પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતમાં આપ કોર્પોરેટર દ્વારા પૈસાની માંગણી કરાઈ હતી. SMC ના પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસે વિપુલ સુહાગિયા દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા આપવા ના માગતા હોવાના લીધે સુરત ACB માં AAP કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સુરત ACB દ્વારા મોડી રાત્રીના વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં સુરત એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવામાં આપ ના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બની ગયો છે.