CrimeGujaratSouth GujaratSurat

નાના ભૂલકાઓ સાથે અમાનવીય વર્તન કરનાર આયા કોમલને પોલીસે ઝડપી પાડી

સુરત શહેરમાં આયાએ બાળક પર કરેલ ક્રૂર વર્તનની ઘટનામાં પોલીસે હાલ આયાની ધરપકડ કરી છે. સુરત પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આયાએ 8 માસના નાના ભૂલકા પર હાથ ઉપાડ્યો હતો. અને બાળકને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જેને કારણે બાળક બેભાન થઈ ગયું હતું. અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું છે. ત્યારે આ કેસમાં ક્રૂર આયા કોમલ ટંડેલકરની 8 માસના બાળકની કથિત હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, આયા કોમલની ક્રૂરતા કેમેરામાં કેદ થઈ હતી. જેમાં તે 8 માસના નાના બાળકને લાફો મારતા દેખાઈ રહી છે. બાળકના માતા-પિતા નોકરી કરે છે. ત્યારે બંને જણા જ્યારે નોકરી જાય તે દરમિયાન આયાએ બાળકો પર હાથ ઉપાડ્યો હતો. બાળકને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હોવાથી તેની હાલત ગંભીર છે. જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાળકના પિતા મિતેશ અને મિતેશની પત્ની બન્ને જણા નોકરી કરે છે. માટે બાળકની સાર સંભાળ માટે પિતા મિતેશે આયાને રાખી હતી. આયા કોમલ ટંડેલકર મિતેશના મિત્રની પત્ની હોવાથી તેને પહેલેથી જ ઓળખતા હતા. મિતેશ પટેલ સ્પોર્ટ્સ ટીચર તરીકે એક ખાનગી સ્કૂલમાં ફરજ બજાવે છે, અને તેમના પત્ની ITIમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે. પતિ-પત્ની નોકરી પર જતાં રહેતા ત્યારે બાળકને સંભાળવાની જવાબદારી કોમલને સોંપવામાં આવી હતી.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પાડોશીઓએ મિતેશને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ નોકરી પર જતાં રહે છે અને બાળકો આયા કોમલ સાથે હોય ત્યારે તેઓ સતત રડતા હોય છે. જે બાદ બંને પતિ-પત્નીએ તેમના બાળકોના શરીર પર ઈજાઓના નિશાન જોયા હતા. ત્યારબાદ તેમણે ઘરમાં CCTV કેમેરા લગાવડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ્યારે બાળક બેભાન થઈ ગયું હતું અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જે બાદ બાળકના માતા-પિતાએ ઘરમાં લગાવેલ CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. અને માલુમ પડ્યું હતું કે આયા કોમલ બન્ને બાળકનો કાન મચેડતી, તેમની આંગળી પર બચકું ભરતી અને તેનને લાફા પણ મારતી હતી. બાળકને વધુ મારતા તે બેભાન થઈ ગયું હતું.તમને જણાવી દઈએ કે, CCTV ફુટેજના આધારે બાળકના પિતા મિતેષ પટેલે આરોપી કોમલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કોમલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.