GujaratAhmedabad

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મોટું નિવેદન

રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ-૨ આંદોલન શરુ કરાયું છે. એવામાં હવે ક્ષત્રિય સમાજ દ્વારા અંદોલન વધુ ઉગ્ર દેખાડતા પુરૂષોતમ રૂપાલાની સાથે ભાજપનો વિરોધ શરુ કરવામાં આવ્યો છે. આ બાબતમાં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકો કરવામાં આવી રહી છે. એવામાં આજે સી આર પાટિલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય સમાજ ભાજપને ટેકો આપશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, નવસારીના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખને પોતાનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનો આજે સુરત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની કાર્યાલય ખાતે એકઠા થયા હતા. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

તેની સાથે નવસારીના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમનો રોષ છે તે માત્ર રૂપાલા સુધી સીમિત રહેલ છે. તેમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ વાંધો રહેલો નથી અને એટલા માટે જ તેઓ આજે નવસારીના તમામ ક્ષત્રિય અગ્રણીઓ સુરત ખાતે સી આર પટેલને સમર્થન કરવા માટે આવ્યા હતા.

જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા લોકોને અપીલ કરતા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન કરવામાં આવ્યું હતું. તેને લઇ ક્ષત્રિય સમાજમાં રોશની લાગણી રહેલી છે, પરંતુ તેની માફી પણ રૂપાલા દ્વારા માંગવામાં આવેલ છે. ક્ષમા કરવામાં હંમેશા ક્ષત્રિય સમાજ આગળ રહેલ છે. પોતાના શરણે આવેલા વ્યક્તિને રક્ષણ કરવામાં પોતાના જીવની આહુતિ આપી દીધી હોવાના પણ દાખલા ક્ષત્રિય સમાજમાં જોવા મળ્યા છે અને એટલા માટે જ આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભાજપને સમર્થન આપવા માટે આવ્યા છે.