GujaratSouth GujaratSurat

માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર નરાધમને સુરત કોર્ટે સંભળાવી ફાંસીની સજા

હવસ માં આંધળા બનેલા હવસખોરો ઘણી વખત સંબંધો અને ઉંમરની મર્યાદા પણ ભૂલી જતા હોય છે. જો કે, આવા નરાધમોને કોર્ટ દ્વારા કડકમાં કડક સજા પણ કરવામાં આવતી હોય છે. આવું જ કંઈક સુરતમાં સામે આવ્યું છે. જ્યાં પાંચ મહિના પહેલા 2 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ગુનામાં સુરત કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા કપલેથા નામના ગામમાં પાંચ મહિના અગાઉ બે વર્ષની ઉંમરની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના ગુનામાં આજ રોજ સુરત સેશન્સ કોર્ટમાં ખૂબ જ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. દુષ્કર્મ આચરીને માસૂમ બાળકીની હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, 1 વર્ષ અને 9 મહિનાની માસુમ બાળકી સાથે તેના જ પિતાના મિત્રએ 27 ફેબ્રુઆરીના રોજ દુષ્કર્મ આચરીને બાદમાં તેની હત્યા કરી હતી. ત્યારે સુરત ની સેશન્સ કોર્ટ દ્વારા બે દિવસ પહેલાં જ નરાધમ આરોપી યુસુફ ઇસ્માઇલને આ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. ત્યારે આજે સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.