India

સુરતથી વતન ગયેલ આ યુવક ઝાડ પર જ થઇ ગયો કોરેન્ટીન,કારણ કઈક આવું હતું..

અત્યારે સમગ્ર દેશ સહિત દુનિયા કોરોના નામની મહામારીનો સામનો કરી રહી છે. લોકોના ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે એવામાં મજૂરો પણ કામ વિહોણા થઇ ગયા છે. સમગ્ર દેશના લાખોની સંખ્યામાં મજૂરો હાલ પોતાના વતન ભણી ચાલવા મંડ્યા છે. ક્યાંક સરકાર મદદ કરી રહી છે તો મોટા ભાગે મજૂરો જાતે જ પૈસા ખર્ચીને પોતાને વતન જવા મંડ્યા છે.આવી જ રીતે ગુજરાતમાંથી પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મજુરો પોતાના વતન જવા મંડ્યા છે. એવામાં જ એક ઉદેપુરનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ઉદયપુર જિલ્લાના દાબકિયા ગામનો એક 18 વર્ષીય પ્રવાસી મજૂર સુરતથી પોતાના ઘરે પહોંચ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે તે ત્રણ દિવસ સુધી ઝાડ પર જ રહ્યો હતો. કોરોના વાયરસ લોકડાઉનના કારણે તે પોતાના ઘરે આવ્યો હતો અને સરકારના જાહેરનામાં અનુસાર તે ઝાડ પર ચઢી ગયો હતો.તમને જણાવી દઈએ કે બાદમાં ગામના સરપંચ અને અન્ય કેટલાક ગામવાસીઓએ તેને સમજાવીને મંગળવારે ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો. તેમણે ઈશ્વર લાલ રાવત નામના આ કારીગરને પોતાનાથી બનતી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી હતી.

આ યુવક રાવતની વિસ્તારમાં વાત કરીએ તો 2 મેના રોજ સુરતથી એક ટ્રકમાં પોતાના વતન આવ્યો હતો. પોતાના પરિવારની સુરક્ષા માટે તેણે પોતાને ઘરની નજીક જ આવેલા એક ઝાડ પર કોરેન્ટીન કરવાનું નક્કી કર્યું હતું. વધુમાં રાવતે એવું પણ જણાવ્યું હતું કે સુરતમાં હવે કંઈ જ કામ નથી. ગમે તેમ કરીને હું મારા ગામ પરત આવવામાં સફળ રહ્યો છું. પરંતુ ઘરમાં મારી જાતને ક્વોરેન્ટીન રાખવી મુશ્કેલ છે કેમ કે અમે અમારા ઘરમાં સાત સભ્યો છીએ અને ફક્ત બે જ રૂમ છે.

વધુમાં આ યુવક રાવતે એવું પણ જણાવ્યું હતું કે મારો એક વર્ષનો ભત્રીજો ઘણો મસ્તીખોર છે અને તે મારાથી દૂર રહે તેમ બિલકુલ નથી. તેથી મેં મારા ઘર નજીક આવેલા લીમડાના ઝાડ પર જ લાકડા દ્વારા કામચલાઉ સ્ટ્રક્ચર બનાવવાનો નિર્ણય કરી નાખ્યો હતો.અને મેં તેના પર એક ચાદર પાથરી દીધી હતી. તેના બે ભાઈઓ પણ મુંબઈથી ગમે તેમ કરીને 4 મેએ ઘરે પહોંચવામાં સફળ રહ્યા હતા.અને તે બંનેએ તેમના ઘરમાં અલગ-અલગ રૂમમાં રહેવાનું નક્કી રહ્યું હતું પરંતુ પોતાના ભાઈના નિર્ણયની તેમણે પ્રશંસા કરી હતી.

મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે ઈશ્વરના મોટા ભાઈ પપ્પુ લાલ યાદવે કહ્યું હતું કે,અમે તેને ઝાડ પર રહેવાની કોઈ જ ફરજ પાડી ન હતી. પરંતુ અમારું ઘર નાનું છે અને અમે ત્રણેય આઈસોલેશનમાં રહી શકીએ તેટલી પુરતી જગ્યા નથી. તેણે આવા કટોકટીના સમયમાં પરિવાર માટે જે બલિદાન આપ્યું છે તે ખુબ જ પ્રશંસનીય છે.

તમને જણાવી દઈએ કે આ ઈશ્વર સમગ્ર દિવસ ઝાડ પર જ રહેતો હતો અને તે ત્યાં જ ઊંઘી જતો હતો. ફક્ત ને ફક્ત ખાવા અને કુદરતી ક્રિયા માટે જ તે નીચે ઉતરતો હતો. ગામના સરપંચ લક્ષમણ રાવતે આ વાતમાં તેનો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે ગામની સ્કૂલમાં ક્વોરેન્ટીન માટેની યોગ્ય સગવડ કરેલી છે. પરંતુ તેણે ત્યાં રહેવાની બિલકુલ ના પાડી દીધી હતી અને ઝાડ પર જ રહેવાનો નિર્ણય કર્યો હતો. આ બિનજરૂરી છે. ઈશ્વરના પિતા ભામરુ લાલ રાવતે વધુમાં એ પણ ઉમેર્યું હતું કે સ્કૂલમાં ઈલેક્ટ્રિસિટીની કોઈ જ સુવિધા નથી અને તેના કારણે તેના પુત્રએ ઝાડ પર જ રહેવાનો નિર્ણય કર્યો હતો.