GujaratSouth GujaratSurat

આગવી ટેક્નિક અપનાવીને ત્રણ વર્ષથી ગુજરાત અને પોલીસને હંફાવતા ચોરની સુરત પોલીસે કરી ધરપકડ

છેલ્લા 3 વર્ષથી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પોલીસની આંખ નીચેથી ગાડીઓ ચોરીને ભાગી જનાર શખ્સને પોલિસે ઝડપી પાડ્યો છે.પોલીસે આ ચોરને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ આ ચોર પોલીસની પકડમાં આવતો જ નહતો. આ ચોર એવી ચાલાકી વાપરતો હતો જેના કારણે પોલીસ તેને પકડી જ નથી શકતી. ત્યારે આવો જાણીએ કે આખરે આ શખ્સને પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનૈદ શેખ મુંબઇનો રહેવાસી છે. તે છેલ્લા 3 વર્ષથી ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ગાડીઓ ચોરીને ભાગી જતો હતો. ઘણા સમયથી પોલીસ આ ચોરને શોધી રહી હતી. પરંતુ તે પોલીસના હાથમાં આવતો જ નહતો. ગાડીની ચોરી કર્યા પછી આ ચોર પોલીસથી બચવા માટે થઈને તે કોઈ હોટેલ કે લોજમાં નહિ પણ ગાડીમાં જ સુઈ જતો હતો.

આ સિવાય આ ચોર મોબાઈલ ફોનનો.પણ ઉપયોગ કરતો નહતો. પોલોસથી બચવાની આ ટ્રિક એ આ ચોર માટે ઘણી જ ઉપયોગી સાબિત થઈ કેમ કે તેની આ ચાલાકીને કારણે જ પોલીસને તેની કોઈ માહિતી મળતી ન હતી અને તેને શોધી શકતી ન હતી. આ ચોર 3 કે તેથી પણ વધુ વર્ષથી આ રીતે ચોરી કરતો આવ્યો હતો. તેની વિરૂદ્ધ અત્યાર સુધી 31જેટલા કેસ ફાઈલ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં આ ચોર વિરુદ્ધ ગુજરાત તેમજ મહારાષ્ટ્રના અનેક પોલીસ સ્ટેશનમાં તેની કેસ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આવા સસરા તો નસીબદારને જ મળે, વહુની કિડની ફેલ થઈ જતા સસરાએ આપી કિડની

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની પોલીસ સતત આ ચોરને પકડવા માટે મહેનત કરી રહી હતી પરંતુ આ ચોરને પકડી શકી નહોતી. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ચોરને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં થતા માર્ગ અકસ્માત અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેકટ