GujaratRajkotSaurashtra

‘તારક મહેતા કાઉલ્ટા ચશ્મા’ ની પ્રખ્યાત અભિનેત્રી ગુજરાતની મુલાકાતે, તસ્વીરો સામે આવી….

વર્ષ 2008 માં શરૂ થયેલ ‘તારક મહેતા કાઉલ્ટા ચશ્મા’ નો શો ચાહકોના ફેવરેટ શોમાંથી એક રહેલો છે. શોના તમામ પાત્રો ચાહકોના દિલ પર રાજ કરે છે. એવામાં એક અંજલિ મહેતા એટલે કે નેહા મહેતા તેમને ચાહકોના દિલમાં અલગ જ ઓળખાણ બનાવી છે. આમ તો તે આ શોથી બહાર થઈ ગયા છે પરંતુ તેમના ચાહકો ગુજરાતના ખૂણે-ખૂણે રહેલા છે. એવામાં અંજલિ મહેતા મહેતા (નેહા મહેતા) ગુજરાતના પ્રવાસે આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લેઉવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર ખાતે આજે તારક મહેતા ફેઈમ અંજલિ મહેતા આવ્યા હોવાની તસ્વીરો સામે આવી છે. ટ્રસ્ટ દ્વારા ખોડલધામ મંદિરના પરિસરમાં તેઓને વિઝીટ કરાવવામાં આવી હતી અને ખોડલધામ મંદિર વિષે માહિતગાર પણ તેમને કરાવવામાં આવ્યા હતા. આ અગાઉ 21/01/2023 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મંત્રી મંડળ પણ દર્શન કરવા માટે તે આવી પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં કાગવડ શ્રી ખોડલધામ મંદિરમાં રોજિંદા મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા રહે છે. વાર તહેવારમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા માટે આવતા રહે છે. ત્યારે આજે ખોડલધામ મંદિર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફેઈમ અંજલિ મહેતા (નેહા મહેતા) ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. ખોડલધામ મંદિરમાં ટ્રસ્ટી જીતુભાઇ વસોયા દ્વારા માતાજીનો ફોટો અને ખોડલધામનો ખેસ પહેરાવીને અંજલિ મહેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખોડલધામ સંસ્થા વિશે માહિતગાર પણ કરાવવામાં આવ્યા હતા.