અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલને લઈને નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. જ્યારે હવે તેને લઈને એક વધુ મોટો ખુલાસો થઈ રહ્યો છે.
જાણકારી મુજબ તથ્ય પટેલ દ્વારા મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં તેણે જેલમાં પોતાના ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવા માટે માગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્ટ દ્વારા મુદ્દે નિર્ણય લેવામાં આવશે. તથ્ય પટેલને જેલમાંથી આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ કેસને લગતા ડોક્યુમેન્ટ આવતીકાલના કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેના લીધે આવતીકાલના કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.
તેની સાથે વધુ એક જાણકારી સામે આવી છે કે, તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરાયું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરાઈ છે. તે દરમિયાન તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરાયું હતું. તેમ છતાં તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં સામે આવ્યું છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડી ના અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તથ્ય પટેલને માર મારવામાં આવ્યો હતો. તે સમયનો તથ્યનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો જોવા મળ્યો હતો. ગાડીની 120 ની સ્પીડ પર રહેલી હતી. અરે મારા ભાઈ સાચે જ દેખાયું નહોતું. દેખાયું હોત તો બ્રેક ના મારત.. જ્યારે હવે FSL નો રિપોર્ટ સામે આવી ગયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ ની સ્પીડ પર હોવાનો FSL રિપોર્ટમાં જાણકારી સામે આવી છે. આ સિવાય કોર્ટમાં દ્વારા તથ્ય પટેલના 24 જુલાઈની સાંજે ચાર કલાક સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તથ્યને સાબરમતી જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે તથ્ય પટેલના પિતાને પણ જેલ ભેગા કરી દેવાયા છે.