અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થવાનો છે. કેમકે તેને લઈને કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, તથ્ય પટેલની હવે પોલીસ સિંધુભવન રોડ પર અકસ્માત કેસમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસ દ્વારા સોમવારના તથ્ય પટેલની આ કેસમાં ધરપકડ કરવામાં આવશે. સાબરમતી જેલમાંથી તથ્ય પટેલની કસ્ટડી મેળવીને પોલીસ દ્વારા આ મામલામાં પૂછપરછ કરાશે. મહત્વની વાત એ છે કે, ત્રણ જુલાઈની રાત્રીના તથ્ય પટેલ દ્વારા કારને કાફેમાં ઘુસાડી દેવામાં આવી હતી. જેનો ગુનો એમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઈને નવી જાણકારી સામે આવી છે. તથ્ય પટેલ દ્વારા ત્રણ જુલાઈની રાત્રીના પણ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તથ્ય પટેલ દ્વારા અમદાવાદના સિંધુભવન રોડ પર બેફામ થાર કાર ચલાવી કાફેમાં ઘુસાડી દેવામાં આવી હતી. તથ્ય પટેલ દ્વારા સિંધુભવન રોડ પર આવેલ કાફેની દીવાલ તોડી નાખવામાં આવી હતી. તે સમયે તથ્ય પટેલ અને કાફેના સંચાલક દ્વારા આ મામલામાં સમાધાન કરી લેવામાં આવ્યું હતું.
તેમ છતાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 3 જુલાઈની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જેમાં સ્પષ્ટ મળ્યું હતું કે, તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવી દેવામાં આવતા થાર કાર ડાબી તરફ વળી જાય છે અને રેસ્ટોરન્ટ દીવાલમાં ઘુસી જાય છે. તેના લીધે દીવાલ તૂટી જાય છે. તેમ છતાં હવે એમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.