અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલને લઈને નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. જ્યારે હવે આ મામલામાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ થયેલ ઓડિયો માં અકસ્માત મુદ્દે પ્રજ્ઞેશ પટેલ નો બેફામ રીતે વાત કરવામાં આવી રહ્યો છે..
મહત્વની વાત એ છે કે, દિકરા દ્વારા સર્જવામાં આવેલ અકસ્માતને લઈને પ્રજ્ઞેશ પટેલનો આ ક્લિપમાં કોઈ અફસોસ જોવા મળી રહ્યો નથી. તમને જણાવી દઈએ કે, ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ પટેલ બોલતા જોવા મળી રહ્યા છે કે, 20 વર્ષના છોકરાથી અકસ્માત થાય છે. તેમ છતાં આ ગુજરાત ખબર દ્વારા આ ઓડિયો ક્લિપની કોઇપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવતી નથી.
તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલના પિતાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેમાં તે જણાવી રહ્યા છે કે, ‘આજીવન કંઈ થશે નહીં, ગોડ બ્લેસ બધાને, ગાડી છે આવું તો ઠોકાતું રહે. 19-20 વર્ષ ના છોકરાઓ રહેલા છે, કોઇક દિવસ આવું થઈ જાય,, એમાં બહુ ટેન્શન લેવાનું નહીં., હવે તેમને માપવા રાખવાનું હું મારી રીતે કરી લઈશ.
નોંધનીય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા દસ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ કારમાં તથ્ય પટેલની સાથે પાંચ મિત્રો પણ રહેલા હતા. આ મામલામાં પોલીસ દ્વારા કુલ 1684 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જેમાં 50 સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટમાં મુકાયા છે. આ સિવાય FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ચાર્જશીટમાં મુકવામાં આવેલ છે. તેની સાથે જ જગુઆર કંપનીનો રિપોર્ટ પણ ચાર્જશીટમાં એડ કરાયો છે.
તેની સાથે તથ્ય પટેલ સામે પોલીસ દ્વારા 1684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં 15 દસ્તાવેજી પૂરાવા, 8 સાક્ષી, 8 પોસ્ટમોર્ટમ નોટ, 191 સાહેદોની તપાસ, ચાર્જશીટ મુજબ મારનાર નવ, 164 નિયમ અનુસાર આઠ નિવેદન, 173 (8) ની તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્ત થનાર 12, બે વ્યક્તિ સારવાર હેઠળ રહેલા છે. 20 તારીખે ગુનો રજિસ્ટર અને 27 એ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ટોટલ પંચનામાં 25 અને સારવાર સર્ટિફિકેટ 8 નો સમાવેશ કરવામાં આવ્યો છે.