AhmedabadGujarat

અમદાવાદ: વ્યાજખોરો ના ત્રાસથી શિક્ષકે આપઘાત કર્યો, પોલીસ પર પણ આરોપ, ૫.૫૦ લાખના ૧૪ લાખ ચૂકવ્યા હતા છતાં…

અમદાવાદના ઓઢવથી શિક્ષક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.  27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે દ્વારા રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવકના મોટા ભાઈ દ્વારાવ્યાજ માટે પૈસા લેવામાં આવ્યા હતા. તેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. તે કારણોસર કંટાળીને સુબ્રોતો પાલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, સુબ્રોતોના મોટા ભાઈ દ્વારા પણ છ દિવસે પહેલા દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલામાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળીને અંતે સુબ્રોતો પાલે આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, જેમાં લખ્યું છે કે, 3 વ્યાજખોર ત્રાસ આપી રહ્યા હતા, જે અંગે પોલીસ અમારી ફરિયાદ પણ લખી નહોતી, આ કારણોસર હું ચિંતાગ્રસ્ત હતો.

સુસાઈડ નોટમાં તેમને જણાવ્યું છે કે, ‘હું સુબ્રોતો પાલ, આજે સુસાઇડ કરવા જઈ રહ્યો છુ, તેના જવાબદાર ત્રણ લોકો છે. યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા, અમરસિંહ ચૌહાણ અને પોલીસવાળા અમારી FIR જલ્દી લખી રહ્યા નહોતા. તેના લીધે હું ચિંતામાં આવી ગયો હતો. એટલા માટે આજે આ નિર્ણય મેં લીધો છે અને પોતાની જાતને સમાપ્ત કરી રહ્યો છુ. કદાચ મારા મર્યા પછી મારા પરિવારને ન્યાય મળે.

તમને જણાવી દઈએ કે, ઓઢવના ગોકુલનગર સોસાયટીમાં રહેનાર અને શિક્ષક તરીકે ફરજ બજાવનાર સુબ્રોતો પાલે આજે સવારના ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું હતું. સુબ્રોતો તેમના મોટા ભાઈ શુભાંકર પાલ સાથે રહી રહ્યા હતા. સુબ્રોતો એ આત્મહત્યા પહેલા હિન્દીમાં સુસાઈડ નોટ લખી હતી. તેમાં તેને જણાવ્યું હતું કે, ત્રણ  વ્યાજખોર સામે પોલીસ દ્વારા અમારી ફરિયાદ લેવામાં આવી નથી. તેના લીધે હું હેરાન થયો નહોતો. તેના લીધેઆત્મહત્યા કરું છુ. કદાચ મારી આત્મહત્યા બાદ મારા પરિવારને ન્યાય મળી જશે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુબ્રોતોના મોટાભાઈ શુભાંકર પાલ દ્વારા યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસિંહ ચૌહાણ પાસેથી 5.50 લાખ રૂપિયા વ્યાજે લેવામાં આવ્યા હતા. જેની સામે 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દેવામાં આવ્યું હતું. તેમ છતા આ ત્રણેય લોકો વ્યાજ માટે અવારનવાર હેરાન કરી રહ્યા હતા. મૃતક અને તેના મોટાભાઈને ઘરની બહાર બોલાવીને માર પણ મારતા હતા તથા અહીંથી ઇન્દોર લઈ જઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એસ. કંદોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મૃતકના મોટા ભાઈ શુભાંકર શેરબજાર માટે પૈસા લેતા રહેતા હતા. પરંતુ શેરબજારમાં તેમને દેવું થઈ ગયું હતું. પૈસા આપનાર લોકો સખ્ત ઉઘરાણી કરી રહ્યા હતા. અગાઉ પણ મૃતક શિક્ષક દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતક શિક્ષક અત્યારસુધી ક્યારેય પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજ કે ફરિયાદ કરવામાં આવી નથી.