BjpIndia

ભારે કરી: ઉત્તરપ્રદેશમાં શિક્ષકોને લગ્નમાં દુલ્હન સજાવવાનું કામ સોંપાયું

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં સામૂહિક લગ્ન કાર્યક્રમ દરમિયાન, 20 મહિલા શિક્ષકો લગ્ન માટે નવવધૂ તૈયાર કરવાની ફરજમાં લગાવાયા હતા.28 જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન સામૂહિક લગ્ન કાર્યક્રમ યુપીના સિદ્ધાર્થનગરમાં યોજાવા જઇ રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓની મહિલા શિક્ષકો માટે આ પ્રસંગે આવતા નવવધૂઓને તૈયાર કરવા એક વિચિત્ર હુકમ કરવામાં આવ્યો હતો.

નૌગઢ ના શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં 20 મહિલા શિક્ષકોના નામ પણ અપાયા હતા. જેમાં 3 આચાર્ય, 15 સહયોગી શિક્ષકો અને બે શિક્ષામિત્રોનો સમાવેશ થાય છે.આ આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહિલા શિક્ષકો નવવધૂ તૈયાર કરશે. હુકમની રજૂઆત બાદ શિક્ષકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી અને શિક્ષણ વિભાગના હુકમનામની નકલ જોતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ હુકમનામું વાયરલ થતાંની સાથે જ વહીવટી તંત્ર જાગ્યું અને તરત જ સિદ્ધાર્થનગર જિલ્લાના શિક્ષણ અધિકારી એ હુકમ રદ કર્યો, જેમાં 20 જાન્યુઆરીના રોજ સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન 20 લગ્ન માટે નવવધૂ તૈયાર કરવા મહિલા શિક્ષકોની ફરજ લાદી હતી.શિક્ષકોની ફરિયાદ બાદ આ હુકમનામું પરત ખેંચી લેવામાં આવ્યું હતું.

બીઇઓ દ્વારા આદેશ પાસ કરનાર શિક્ષણ અધિકારી સામે કાર્યવાહીની દરખાસ્ત પણ કરી હતી. જે બાદ હુકમનામું જારી કરનાર શિક્ષણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.