રાજ્યમાં સતત યુપી-બિહાર જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આરોપીઓને જાણે કોઈનો પણ ખોફના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાએ વેગ પકડ્યો છે. એવામાં હવે શાળામાં દીકરીઓ સુરક્ષિત રહી નથી. કેમકે આજે શિક્ષણ જગતને કલંકિત કરનાર કિસ્સો આણંદથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિદ્યાધામ વિદ્યાનગરમાં ઘરે અભ્યાસ કરાવવા આવતા આઈ. બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલના શિક્ષક દ્વારા એક સગીર વયની વિદ્યાર્થિનીને ઓછા માર્ક્સ આપવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તે મામલામાં વિદ્યાનગર પોલીસ દ્વારા ગુનો દાખલ આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
વિદ્યાનગરની આઈ. બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરાવતા દર્શન સુથાર નામના શિક્ષકની કાળી કરતૂત સામે આવી છે. દર્શન સુથારના વર્ગમાં અભ્યાસ કરનારી 14 વર્ષની વિદ્યાર્થીની ઇંગ્લીશ વિષયમાં નબળી હોવાના લીધે તેને વધુ અભ્યાસ કરાવવા માટે તેના ઘરે આવતા હતા. એવામાં માર્ચ મહિના દરમિયાન તે વિદ્યાર્થીના ઘરે ટ્યુશન માટે ગયા હતા. તે સમયે વિદ્યાર્થિનીના ઘરે કોઇ ન હોવાના કારણે દર્શન સુથારની દાનત બગડી ગઈ હતી અને તેણે કોમ્પ્યુટરના પેપરમાં માર્ક્સ આપશે નહીં તેમ જ બોર્ડની પરીક્ષાના પેપર તેઓ ચેક કરવાના છે અને તેને પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધમકી આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષક દ્વારા અવારનવાર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
તેની સાથે શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને ધમકી પણ આપવામાં આવી હતી કે, આ મામલામાં કોઇને જાણ કરીશ તો હું તને અને તારા ઘરના માણસોને પતાવી નાખીશ. એવામાં એક વાર વિદ્યાર્થિની દ્વારા હિંમત કરીને આ બાબતમાં માતા પિતાને સમગ્ર વાત કરી દીધી હતી. તેના લીધે આ સમગ્ર પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.