અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈના રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. તેની સાથે આ અકસ્માતને લઈને સતત ચર્ચાઓમાં ચાલી રહી છે. એવામાં આ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોની એક બાદ એક નવ લોકો ની અંતિમયાત્રા નીકળવામાં આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત તમને જણાવી રહ્યા છે તેને લઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયંકર અકસ્માતમાં અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેનાર 22 વર્ષીય નવયુવાન નિરવ રામાનુજનું પણ આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. નિરવ પોતે કાર મિકેનિક હતો અને બાવળા ખાતે એક ગાડી રિપેર કરીને અમદાવાદ તે પરત આવી રહ્યો હતો. તે સમયે ઇસ્કોન બ્રિજ ઉપર ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા અકસ્માત ને જોવા માટે ઉભો હતો. તે સમયે જેગુઆર કાર ચાલક તથ્ય દ્વારા ત્યાં ઊભેલા ટોળાને અડફેટે લેવામાં આવ્હયું હતું. જેમાં નિરવનું પણ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, નિરવ રામાનુજ પરિવારમાં એકનો એક પુત્ર રહેલો હતો. પિતા આત્મારામભાઈ રામાનુજ અને પુત્ર નિરવ બંને એકલા રહી રહ્યા હતા. પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પિતા અને તેના અન્ય સગાંસંબંધીઓ સોલા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે નીરવના મોતથી પરિવારજનો માં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. એવામાં એક પુત્રનું મોત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ મામલામાં નીરવના પિતા દ્વારા રડતા રડતા કહેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં અમને ન્યાય મળવો જોઈએ.