GujaratMehsanaNorth Gujarat

બનાસકાંઠાના થરા હાઇવે પર કાર અને બાઈકનો સર્જાયો ભયંકર અકસ્માત, પતિ, પત્ની અને બાળકીનું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના થરાના હાઈવેથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, થરા હાઇવે પર બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.  જેમાં બાઇક પર સવાર પિતા, પુત્રી અને પત્નીનું કરૂણ મોત નીપજ્યુ હોવાની જાણકારી સામે આવી છે. મોડી રાતે થયેલા આ અકસ્માત ના લીધે સમગ્ર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ગઈ કાલ રાત્રિના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા હાઇવે પર બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક પર સવાર પતિ, પત્ની અને 10 વર્ષની બાળકીની ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ એમ્બ્યુલન્સ અને થરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ ત્રણેય મૃતદેહોને થરાની રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતમાં થરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં  વેરસીજી વરસંગજી ઠાકોર, ભાનુબેન વેરશીજી ઠાકોર અને તેજલ બેન વેરશીજી ઠાકોર નું કરુણ મોત નીપજ્યું છે.