વડોદરામાં હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જતા સર્જાયો ભયંકર અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળ પર મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવેથી સામે આવ્યો છે.
વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં અકસ્માત કરનાર ટ્રકના ચાલક અને ક્લિનરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. લોકો દ્વારા ટ્રકના કેબિનમાં ફસાયેલા ટ્રકચાલક અને ક્લિનરને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ ટ્રકચાલક અને ક્લિનરનો જીવ ચાલ્યો ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, કરજણ હાઇવે ઉપર શિવવાડી નજીક એક ટ્રક રોડ ઉપર ઉભેલી હતી. તે દરમિયાન ફૂલ ઝડપે આવી રહેલી ટ્રક ઉભી રહેલી ટ્રક ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેના લીધે ટ્રકના કેબીનના ભાગનો કુચ્ચો બોલી ગયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને ટ્રકની કેબીનમાં ફસાયેલ ટ્રકચાલક અને ક્લિનરને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેલા તબીબો દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા કરજણ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. તેની સાથે આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ટ્રકચાલક અને ક્લિનરની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.