સુરતમાં સ્કૂલ રીક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, આઠ બાળકોને ઈજા, ત્રણની હાલત ગંભીર
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટોવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક સુરતથી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, સુરતના અડાજન વિસ્તારમાં સ્કૂલ રીક્ષા અને કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે. આઠ બાળકો ભરેલી સ્કૂલ રીક્ષાને અજાણ્યા કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે પાંચ બાળકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, આ અકસ્માતમાં ત્રણેય બાળકોને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનાના સમાચાર મળતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. અકસ્માતમા ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
તેની સાથે આ મામલામાં મોહમ્મદ ઉસ્માન નામના વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મને જેવી અકસ્માતની જાણ થઈ તો હું ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મારા બે બાળકોને સામાન્ય ઈજા થઈ હોવાના લીધે તેમને હું ઘરે લઈ આવ્યો હતો. બાકીના બાળકોને વધુ ઈજા થઈ હોવાના લીધે તેમને ખાનગી બાદ મ્હાવરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.