GujaratMadhya Gujarat

ભુજના સુખપર પાસે ટ્રક અને એક્ટિવાનો સર્જાયો ભયંકર અકસ્માત, દાદી-પૌત્રનું મોત; પુત્રવધુનો આબાદ બચાવ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક ભુજથી સામે આવ્યો છે.

ભુજના સુખપરથી એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. માનકુવામાં રહેનાર પરિણીતા તેના સવા વર્ષના પુત્ર અને સાસુ સાથે એક્ટિવા પર જઈ રહી હતી. તે સમયે સુખપર પાસે સ્પીડબ્રેકરના લીધે એક્ટિવા ફંગોળાઈ ગયું અને એક્ટિવા પર સવાર ત્રણેય લોકો રસ્તા પર પટકાઈ ગયા હતા. એવામાં બાજુમાં ચાલી રહેલી ટ્રકના વ્હિલ દાદી અને પૌત્ર પર ફરી વળતા બંનેના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે એક્ટિવા ચાલક પરિણીતાનો બચાવ થઈ ગયો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ભુજના માનકુવાના એક્તાબેન ગોરસિયા તેમના સવા વર્ષના પુત્ર તન્મય અને સાસુ મંજુલાબેન સાથે એક્ટિવા પર ભુજ તરફ જઈ રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. જાણકારી મુજબ, સુખપર નજીક આવતા સમયે સ્પીડબ્રેકર નજીક કોઈ કારણોસર એકતાબેન દ્વારા એક્ટિવાનું બેલેન્સ ગુમાવી દેતા ત્રણેય રસ્તા પર પટકાઈ ગયા હતા. તે સમયે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકના વ્હિલ સવા વર્ષના તન્મય અને 55 વર્ષીય મંજુલાબેન ગોરસીયા પર ફરી વળતા મંજુલાબેનનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તન્મયને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ તન્મયનું મૃત્યુ નીપજ્યું હતું.