અમદાવાદના સરસપુર વિસ્તારમાં 15 વર્ષીય કિશોર દ્વારા કરવામાં આવેલ આત્મહત્યા મામલે કોટલા પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ દ્વારા મધ્યપ્રદેશના પીછોરાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. આરોપીઓ દ્વારા કિશોરનો મોબાઇલ નંબર પ્રાપ્ત કરી તેને ન્યૂડ કોલ માં ફસાવીને ખંડણી માંગવામાં આવી રહી હતી. જ્યારે રૂપિયા પડાવવા માટે વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમ છતાં કિશોર દ્વરા કેટલાક રૂપિયા આપ્યા બાદ પણ વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતાં અંતે કંટાળીને કિશોર દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી.
પોલીસ દ્વારા આ મામલામાં અંકેશ લોઢી, સની લોઢી અને મનોજ લોઢી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશના શિવપુરી જીલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના માનસિક ત્રાસના લીધે સરસપુરમાં 27 ડિસેમ્બરના રોજ કિશોર દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી. તેમ છતાં અંતિમક્રિયા પૂર્ણ કર્યા બાદ કિશોરના પિતા દ્વારા તેનો મોબાઇલ ફોન તપસ્વામાં આવ્યો હતો. તેમાંથી સીમકાર્ડ ગુમ હતું. જ્યારે તમામ ડેટા પણ ડિલીટ કરી દેવાયો હતો. તેમ છતાં કિશોરના પિતા દ્વારા આ જ નંબરનું બીજુ સીમકાર્ડ લઇને મોબાઇલ ફોન ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીઓએ દ્વારા તેમને ફોન કરીને ધમકી આપીને રૂપીયાની માંગણી કરવામાં આવી હતી. તે મામલાની જાણ કિશોરના પિતા દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
વધુમાં પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, કિશોર મોબાઇલમાં ગેમ રમતો હતો ત્યારે તેના દ્વારા એક એડવર્ટાઇઝ પર ક્લિક કરવામાં આવતા તેને ન્યૂડ કોલ અને ફોન શરુ થઈ ગયા હતાં. જેમાં આરોપીઓ દ્વરા કિશોરના વીડિયોકોલની સામે બીજા મોબાઇલમાં યુવતીનો વીડિયો જણાવીને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. તેની સાથે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીર પાસેથી રૂપિયા 23 હજાર જેટલી રકમ પણ પડાવવામાં આવી હતી. ત્યાર બાદ પણ આરોપીઓ સગીરને ધમકી ભર્યા ફોન કરવામાં આવ્યા હતાં. તેની સાથે વધુ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી રહી હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરવામાં આવતા અંકેશ નામનો આરોપી આ ગેંગનો મુખ્ય આરોપી રહેલ છે. જે બીજાના નામ પર સીમકાર્ડ પ્રાપ્ત કરીને આ રેકેટ ચલાવી રહ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ ભોગ બનનારને ધમકાવીને રૂપિયા પડાવવાનું કામ કરી રહ્યો હતો.
તેની સાથે આરોપીઓ છેલ્લા થોડા સમયથી શિવપુરી વિસ્તારમાં છુપાઇને આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. જ્યારે તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપીયા બે લાખથી વધુની રકમ પણ મળી આવી હોવાની જાણકારી સામે આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આ ગેંગની પૂછપરછ દરમિયાન અન્ય કેટલા ભોગ બન્યા છે.