અમદાવાદ શહેરના ચાણકપુરી વિસ્તારમાં નાગલેન્ડના યુવક પર થયેલ હુમલાની ઘટના અમદાવાદ પુરતી સીમિત રહી નથી. નાગલેન્ડના મુખ્યમંત્રીએ આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પત્ર લખીને આ ઘટના અંગે નિંદા વ્યક્ત કરી હતી. ત્યારે આ મામલે પોલીસે જણાવ્યુ કે, ધંધાની હરીફાઈને લઈને આ હુમલો થયો છે. ત્યારે પોલીસે હાલ તો આ મામલે હુમલો કરનાર 3 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ છે. મૂળ નાગલેન્ડના અને હાલ અમદાવાદના ચાંદલોડિયામાં વસવાટ કરતા રવિમેઝો કેહે નામના યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ધંધાની હરીફાઈમાં આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહીતી અનુસાર, અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ વન સ્ટોપ નોર્થ ઇસ્ટ શોપ ફૂડમાં કામ કરનાર રવિમેઝો નામનો એક યુવક કામ કરે છે. રવિમેઝો સાથે કામ કરતા મપૂયાંગર જમીર પર 4 જૂન રોજ સાંજના સમયે 3 લોકોએ બેઝબોલ બેટથી જીવલેણ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે રવિમેઝોએ પોલીસ ફરિયાદ નોંધાવતા હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં સોનુ ઉર્ફે રોકડા ઓઝા,પ્રતીક કનોજીયા તેમજ મહાવીર ઉર્ફે હુક્કમ હંસોરાની સોલા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.
નોંધનીય છે કે, ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે તમામને મટનની દુકાન ચલાવે છે. પરતું નાગલેન્ડ યુવકની મટનની દુકાનમાં તે લોકોની દુકાન કરતા વધુ ગ્રાહક આવતા હોવાથી ધંધાની હરીફાઈ વધી ગઈ હતી. અને માટે જ ત્રણેય આરોપીઓએ નાગલેન્ડમાં યુવક સાથે મારમારી કરી હતી.
તમને જણાવી દઈએ કે, નાગલેન્ડના યુવક પર જીવલેણ હુમલો થતા તે યુવકે પોતાની મટન શોપ બંધ કરી દીધી હતી. પરંતુ આ ઘટના માત્ર અમદાવાદ પૂરતી સીમિત ના રહેતા તેના પડઘા નાગલેન્ડ સુધી પહોંચ્યા હતા. કારણકે પ્રાંતવાદ લઈને નાગાલેન્ડના યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની બાબત સામે આવી હતી, જો કે, પોલીસે આ વાત નકારી કાઢીને જણાવ્યું કે ધંધાની હરીફાઈને કારણે જ આ બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને નાગલેન્ડના મુખ્યમંત્રીએ પત્ર લખી જાણ કરી હતી.