Gujarat

ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં થયો વધારો, જાણો કેટલું છે ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય…

મેડિકલ સાયન્સના કારણે આજે લોકોનું જીવનધોરણ ઘણું સુધર્યું છે. લોકો પહેલા કરતા લાંબુ જીવન જીવતા થયા છે. લોકોના સરેરાશ આયુષ્યમાં સતત વધારો જોવા મળે છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે ગુજરાતીઓ નું સરેરાશ આયુષ્ય કેટલું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રત્યેક ગુજરાતી સરેરાશ કેટલું જીવે છે તે સામે આવ્યું છે. ગુજરાતમાં વસતા લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ સુધીનું છે. ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં છેલ્લા 2 દાયકામાં 4 વર્ષનો વધારો થયો છે. જોકે, સરેરાશ આયુષ્યમાં જોવા જઈએ તો ગુજરાત સમગ્ર દેશમાં 11માં ક્રમાંકે છે. ગુજરાતમાં પુરુષનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ તેમજ મહિલાઓનું 73 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

રાજ્ય પ્રમાણે સરેરાશ આયુષ્ય

  • દિલ્હી – 75.9 વર્ષ
  • કેરળ – 75.2 વર્ષ
  • જમ્મુ કાશ્મીર – 74.2વર્ષ
  • હિમાચલ પ્રદેશ – 73.1વર્ષ
  • પંજાબ – 72.1વર્ષ
  • મહારાષ્ટ્ર – 72.7વર્ષ
  • તામિલનાડુ – 72.6વર્ષ
  • પ.બંગાળ – 72.1 વર્ષ
  • ઉત્તરાખંડ – 70.6વર્ષ
  • આધ્રંપ્રદેશ – 70.3 વર્ષ
  • ગુજરાત – 79.2 વર્ષ

 

નોંધનીય છે કે, ગુજરાતમાં રહેતા લોકોનું સરેરાશ આયુષ્ય 70.2 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના મત અનુસાર મેડિકલ સુવિધા તેમજ ઈમરજન્સી સેવામાં પણ થયેલા સુધારાને કારણે હવે લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. પહેલા 108 જેવી ઇમરજન્સી સેવાઓ તેમજ અદ્યતન તબીબી સુવિધા નહોતી. હવે મેડિકલ સાયન્સમાં સુધારક આવતા લોમોના આયુષ્યમાં પણ વધારો નોંધાયો છે.

  • 2014 થી 2018 – 69.9વર્ષ
  • 2015 થી 2019 – 70.2 વર્ષ
  • 2000 થી 2004 – 65.6 વર્ષ
  • 1991 થી 1995 – 61 વર્ષ
  • 1993 થી 1997 – 61.9 વર્ષ
  • 1994 થી 1998 – 62.4 વર્ષ
  • 1995 થી 1999 – 64.1 વર્ષ

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે