ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા રહેલી છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉપર ભાજપ હાઈ કમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે છે.
પૂર્વ મુખ્યમંત્રી ને ચૂંટણી લડવાના નિર્ણયના આધારે વિજય રૂપાણી લોકસભા ની ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે. વિજય રૂપાણીને રાજકોટની સીટ પરથી ચૂંટણી લડાવવામાં આવે તેને લઈને વિચારણા કરાઈ રહી છે. વિજય રૂપાણીના નામ પર આગામી સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આજે જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત નાં પણ લોકસભા સીટ નાં આઠ થી દસ જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી શકે છે. અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડવાના છે. તેની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલ નવસારી, ભાવનગર થી મનસુખ માંડવીયા અને જામનગર થી પૂનમ માડમ ની ટિકિટ નક્કી હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી છે.
નોંધનીય છે કે, ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂંકતા થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. આ યાદીમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નાં પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ ના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત નાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચંદીગઢ તેમજ પંજાબ ના પ્રભારી નિયુક્ત કરાઈ છે. જ્યારે સુરત નાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી ને દીવ તેમજ દમણનાં પ્રભારી નિયુક્ત કરાયા છે. ગુજરાતનાં બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે.
એવામાં ભાજપ પંજાબને જોતા રાજ્યમાં પાર્ટી દ્વારા પ્રથમ વખત રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિજયભાઈ રૂપાણી દ્વારા માત્ર 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા હતા.