AhmedabadGujarat

અમદાવાદના બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના કાર્યક્રમને લઈને આવ્યા મોટા સમાચાર, આ વિસ્તારમાં યોજાશે કાર્યક્રમ

બાગેશ્વર બાબા અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમના અમદાવાદમાં યોજાવનાર દિવ્ય દરબારને લઈને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો હતો. પરંતુ વરસાદના લીધે ઓગણજ ખાતે યોજાવનાર દિવ્ય દરબારના કાર્યક્રમને રદ્દ નાખવામાં આવ્યો હતો. પરંતુ હવે જાણકારી સામે આવી છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર વટવા ખાતે યોજાવવાનો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં ઓગણજની જગ્યાએ વટવામાં દિવ્ય દરબારનું આયોજન કરાશે. 30 મી મંગળવારના વટવાના શ્રીરામ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર આયોજન કરાશે. મંગળવાર સાંજના 5 થી 7 કલાક સુધી આ કાર્યક્રમનું આયોજન કરાશે. શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરાશે.

તમને જણાવી દઈએ કે, વડોદરા શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તૈયાર ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 80 બાય 60 ની સાઈઝનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે. 3 જૂનના વડોદરાના નવલખી મેદાન પર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરબારમાં દોઢ લાખ લોકો આવી તેવી શક્યતા રહેલી છે. આ અગાઉ 75 હજાર લોકો માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબારમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, ગૃહરાજ્ય મંત્રી, આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવોને આયોજકો આમંત્રણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, રાજકોટમાં યોજાનાર બાબા બગેશ્વરના દિવ્ય દરબારના કાર્યક્રમને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. આજે પણ બગેશ્વર બાબાના પોસ્ટરો ફાડવામાં આવ્યા છે. રામદેવપીર ચોકડી ખાતે બાબા બાગેશ્વરના લાગેલા બેનરોને કોઈએ ફાડ્યા હતા. રાજકોટમાં યોજાનાર દિવ્ય દરબારને રદ્દ કરવા માટે વિજ્ઞાન જાથાએ કલેકટરને આવેદન પત્ર પણ આપ્યું હતું. આમ એક બાજુ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં લાખો લોકો આવી રહ્યા છે. તો બીજી બાજુ કેટલાક લોકો બાબા બાગેશ્વરનો વિરોધ પણ કરી રહ્યા છે.