AhmedabadGujarat

ધોરણ-10 અને 12 ના પરિણામોની તારીખોને લઈને આવ્યા મોટા સમાચાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટી જાણકારી સામે આવી છે. બોર્ડની આ પરીક્ષાના ચકાસણીની કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. તેના લીધે હવે એ વાત તો સ્પષ્ટ છે કે, બોર્ડની પરિણામ જલ્દી જ આવી શકે છે. જાણકારી મુજબ મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી તેવી શક્યતા રહેલી છે. વિદ્યાર્થીઓ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જોઈ શકશે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણી શરુ કરવામાં આવી હતી. જેની કામગીરી હવે સમાપ્ત થઈ ગઈ છે. હાલમાં ડેટા એન્ટ્રીની કામગીરી શરુ કરવામાં આવી છે. એવામાં ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાશે.

જાણકારી મુજબ, મે મહિના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવાશે. ત્યારે મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ શકે છે અને ધોરણ 10 નું પરિણામ મે મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે.

મહત્વની વાત એ છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં સમાપ્ત થઈ હતી. આ દરમિયાન ધો.10-12 માં 15 લાખ વિદ્યાર્થી દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી.