AhmedabadGujarat

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને મોટી જાણકારી સામે આવી છે. જાણકારી મુજબ, ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ ને લઈને મોટી જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ અઠવાડિયામાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવે તેવા સંકેત રહેલા છે. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખ ની આજુબાજુ જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ 10 ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. જ્યારે ધોરણ 12 માં 5.65 લાખ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. તેમ છતાં આ અંગે ગુજરાત બોર્ડે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

તમને જણાવી દઈએ કે, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12 ની પરીક્ષાઓ ના પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરાશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. જ્યારે થોડા દિવસ બાદ વિદ્યાર્થીઓ રીસીપ્ટ મેળવી શકશે.

નોંધનીય છે કે, છેલ્લી 2 મે 2023 ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં ટોપ પર રહ્યો હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમ પર રહ્યો હતો. કેન્દ્રની વાત કરવામાં આવે તે સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા રહ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા રહ્યું હતું. જ્યારે  રાજ્યની 27 શાળાઓ નું 100 ટકા પરિણામ રહ્યું હતું. આ સિવાય રાજ્યમાં 76 શાળાઓ નું પરિણામ 10% થી પણ ઓછું રહ્હયું તું.