GujaratMadhya Gujarat

વડોદરામાં સર્જાયેલ દુઃખદ ઘટનાને લઈને આવ્યા મોટા સમાચાર, મૃતકોની સામે આવી યાદી…

વડોદરાના હરણી લેક ઝોન ખાતે ના તળાવમાં મોટી દુર્ઘઘટના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિધાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 5 વિદ્યાર્થીઓ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 14 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે.

જાણકારી મુજબ, 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું હતું તેના લીધે તેમનો જીવ બચી ગયો છે. પરંતુ જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર થયેલા હતા. તેની સાથે 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરાયું છે.

વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હરણી લેકના પ્રવાસે ગયેલા હતા. લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ફાયર અને એનડીઆરએફની ટીમની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે હજુ પણ 3 બાળકોની તપાસ કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં સફીના શેખ, મુવાઝા શેખ, અલીસ્બા કોઠારી, ઝહાબીયા સુબેદાર, વિશ્વા નિઝામા, નેન્સી માછી, આયત મન્સરી, રેહાન ખલીફા અને આયેશા ખલીફાનું મૃત્યુ નીપજ્યું છે.