
ઈરાનમાં અમદાવાદના દંપતીને બંધક બનાવવા બાબતમાં એક મોટી જાણકારી સામે આવી છે. ઈરાનમાં અપહરણ કરવામાં આવેલ ગુજરાતી દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદ દ્વારા મુક્ત કરાવવામાં ગુજરાત સરકારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
જ્યારે દંપતીના અપહરણના સમાચાર મળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેની સાથે RAW, IB અને ઈન્ટરપોલ પાસે પણ મદદ માંગવામાં આવી હતી. ત્યાર બાદ અપહરણકર્તાની ચુંગાલમાંથી આ દંપતીને મુક્ત કરાવી લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ પીડિત પરિવાર દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાની એજન્ટ દ્વારા તહેરાનની હોટલમાં અમદાવાદના દંપતીને બંધક બનાવી લેવામાં આવ્યું હતું. બંધક બનાવી એજન્ટ દ્વરા દંપતી પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. અત્યાચારનો વીડિયો સામે આવ્યા બાદ દંપતીને મુક્ત કરાવી લેવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વરા પંકજ પટેલ અને નીશા પટેલને વિદેશ મોકલનારા એજન્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. એજન્ટની ધરપકડ બાદ તેની પૂછપરછમાં મોટી જાણકારી સામે આવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં જાણકારી સામે આવી છે. નવા નરોડા ખાતે રહેનાર સંકેત પટેલના ભાઈ-ભાભી દ્વારા ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ ગાંધીનગરના એજન્ટ દ્વારા હૈદરાબાદના એજન્ટને દંપતીને અમેરિકા મોકલવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેના દ્વારા પહેલા આ દંપતિને હૈદરાબાદ લઈ જવામાં આવ્યું હતું. ત્યાંથી બીજા એજન્ટ દ્વારા તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે તેવી ડીલ કરવામાં આવી હતી. તેમ છતાં અમેરિકા જવાના બદલે ઈરાનમાં આ દંપતિનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાની એજન્ટ દ્વારા તહેરાનની હોટલમાં દંપતીને બંધક બનાવી લેવામાં આવ્યું હતું. બંધક બનાવી એજન્ટ દ્વરા દંપતી પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. જેમાં તેની પીઠ પર અપહરણકર્તાઓ દ્વરા બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ મામલામાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી. તેના આધારે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.