AhmedabadGujarat

ઘરઘાટી તરીકે કામ કરીને લાખો રૂપિયાની ચોરી કરતી ટોળકીને બોડકદેવ પોલીસે ઝડપી પાડી

ઘરકામ કરવા માટે ઘણા લોકો ઘરઘાટી રાખતા હોય છે. પરંતુ ઘણી વખત આ ઘરઘાટી રાખવા એ ભારે પડતું હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં 4 લોકોની એક ટોળકીએ ઘરઘાટી તરીકે કામ મેળવીને લાખો રૂપિયાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ચારેય આરોપીઓ ની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાંસવાડાના લોકશ કીર, સીમા કીર અને ભૂમિકા કીર તેમજ લલીત કીર નામના આરોપીઓ સાથે મળીને શહેરમાં ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ચારેય આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો, આ ચારેય લોકો પહેલા તો કોઈ પણ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ કે સોસાયટીની સાથે સંકળાયેલા લોકો સાથે સારી રીતે સંબંધ બનાવી ને વિશ્વાસ કેળવતા હતા. ત્યાર પછી તેઓ ઘરકામ કરવા માટે તે સોસાયટીમાં ઘર શોધતા હતા. અને બાદમાં ઘરના માલિકનો પુતેપુરો વિશ્વાસ કેળવીને આ તમામ આરોપીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

તમને જણાવી દઈએ કે, આ ઘટનાની જાણ થતાં જ બોડકદેવ પોલીસે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સની મદદથી બોડકદેવ પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં લોકેશ કિર અને સીમા કીર બંને પતિ-પત્ની છે. જ્યારે લલિત કીર ભાઈ છે અને ભૂમિકા કીર માસીની દીકરી છે. હાલ તો પોલીસે ચારેય આરોપીઓ ની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.