GujaratRajkotSaurashtra

રાજકોટમાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ બ્રીજ માત્ર 3 મહિનામાં જ ખોખલો થઈ ગયો

રાજયમાં વધુ એક બ્રિજમાં મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ ચોકડી પર લોકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી છુટકારો મળે તે માટે થઈને 90 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ આ બ્રિજના લોકાર્પણ પછી માત્ર 90 દિવસમાં જ પોપડાં ખરવા લાગ્યા છે. અને બ્રિજમાં ગાબડું પડ્યું હોવાની બાબત સામે આવી છે. 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલો બ્રિજ માત્ર 90 દિવસમાં જ ખોખલો થઈ જતા નાગરિકો હવે આ બ્રિજની નીચેથી વાહન લઈને પસાર થવામાં પણ ડરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં લોકો આ બ્રીજ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થતાં હોય છે. પરંતુ ત્રણ મહિનામાં જ આ બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરોએ કરેલ લાલીયાવાડી સામે આવી જતા હવે લોકોને ખૂબ જ ડર લાગી રહ્યો છે. થોડા સમય પહેલા જ આ બ્રિજનો એક ભાગ નીચે પડી ગયો હતો. પરંતુ તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ નહતી.

નોંધનીય છે કે, આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાવામાં આવ્યો તેના બીજા દિવસથી જ શહેર તરફનો ભાગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ મીડિયાએ આ મામલે તંત્રને સવાલ કરતા બ્રિજના એક તરફના ભાગને તંત્ર દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજની આવી હાલત જોઈને હાલતો નાગરિકોના ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને અહીંથી પસાર થવામાં પણ ડરી રહ્યા છે.