અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તથ્ય પટેલ જેલમાં બંધ છે અને તેમના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. એવામાં તથ્ય પટેલ દ્વારા કોર્ટ દ્વારા મોત ઝડકો આપવામાં આવ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. તેના લીધે હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન તથ્યના વકિલ નિસાર વૈદ્ય દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, પોલીસ દ્વારા આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરવામાં આવી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરાયો છે. 141.27 ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવાયો નથી. પોલીસ દ્વારા જે વીડિયોના આધાર પર તપાસ કરવામાં આવી તેનું FSL સર્ટિફિકેટ રહેલ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો પણ મળતી હોય છે.
તેની સાથે ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી રહેલી નહોતી કે, કારની સ્પીડ કેટલી રહેલી તેને જાણી શકાય. આ બાબતમાં સ્પેશિયલ સરકારી વકિલ દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત સમયે 141.27 ની સ્પીડે કાર હોવાનો પુરાવો રહેલો છે તેની સાથે જ જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે, તેના દ્વરા બ્રેક મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. તેના લીધે આરોપીને જામીન આપવામાં ન આવે.