AhmedabadGujarat

વાવાઝોડું દ્વારકાથી હવે માત્ર આટલા કિમી દૂર, જલ્દી જ ગુજરાતના દરિયાકિનારાના આ વિસ્તારથી ટકરાશે

બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાએ ફરી દીધા બદલી નાખી છે. પાકિસ્તાન તરફ જઈ રહેલ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવ્યું છે. તેના લીધે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ ચક્રવાતને લઈને મોટી જાણકારી સામે આવી છે કે, બિપરજોય વાવાઝોડું 15 જૂનના ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

વાવાઝોડું દ્વારકાથી હવે માત્ર આટલા કિમી દૂર, જલ્દી જ ગુજરાતના દરિયાકિનારાના આ વિસ્તારથી ટકરાશેપ્રાપ્ત માહિતી મુજબ, કચ્છના જખૌ અને નારાયણ સરોવરની આજુબાજુ ટકરાઈ તેવી શક્યતા રહેલી છે. જ્યારે 15 જૂનના પાકિસ્તાનના કરાંચી અને જખૌ વચ્ચે ટકરાવવાની શક્યતા રહેલી છે. 14 જૂનના બિપરજોય દ્રારકાના દરિયામાં સ્થિર જોવા મળશે અને દ્વારકાથી 300 કિમી દૂર દરિયામાં વાવાઝોડું થોડા સમય માટે સ્થિર રહેશે. મંગળવાર સાંજના દ્વારકાથી 300 કિમી દૂર જમણી તરફ વાવાઝોડું કચ્છ તરફ ચાલ્યું જશે અને 14 જૂનથી વાવાઝોડાની ગતિ ઓછી થવાની શક્યતા રહેલી છે. મંગળવારના વાવાઝોડની ગતિ વધતા બિપોરજોય વાવાઝોડાની ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે. બિપરજોય કચ્છમાં જમીન તરફ આવશે ત્યારે ગતિમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. કચ્છના જખૌમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતા રહેલી છે. બિપરજોયની રાજસ્થાનના જોધપુર સુધી અસર જોવા મળશે.

તેની સાથે મોરબી જિલ્લાના નવલખી બંદર પર નવ નંબરનું સિગ્નલ મુકવાનો આપી દેવામાં આવ્યો છે. ગઈકાલ સુધી નવલખી બંદર પર ચાર નંબરનું સિગ્નલ રહેલું આજે સંભવીત વાવાઝોડાની અસરને જોતા સિગ્નલ બદલી નવ નંબરનું કરી દેવામાં આવ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળે જવા તેમજ માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. જ્યારે બીજી તરફ બંદર પર લંગારેલી તમામ બોટોને સલામત સ્થળે રાખવા, માછીમારોને દરિયો ન ખેડવા, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપી દેવાઈ છે.