રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. વડોદરામાં ડબકાના યુવાન સાથે બે મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા બાદ દીકરી દ્વારા પિતાને આ લગ્નનો સ્વીકાર કરી તે માટે ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ પિતા દ્વારા તેને એમ કહેવામાં આવ્યું કે, તું સમગ્ર જિંદગી ત્યાં જ પસાર કરી લેજે તેના લીધે દીકરીને લાગી આવ્યું અને તેને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ મામલામાં વડુ પોલીસ દ્વારા આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, પાદરા તાલુકાના પીપળી ગામની પ્રવિણા જાદવ અને ડબકા ગામમાં કબિર ટેકરી ફળિયામાં રહેનાર રાજુ ઉર્ફે કલો ગોહિલ એકબીજાના પ્રેમમાં રહેલા હતા. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ બંને આંતર જ્ઞાતી હોવાના લીધે પરિવારજનો મંજૂરી નહીં આપે તેવો તેઓ તેમને ભય રહેલો હતો. તેના લીધે યુવકને યુવતી દ્વારા તા. 12-5-2023 ના રોજ ભાગીને રજિસ્ટર લગ્ન કરી લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ પ્રવિણા લગ્ન કર્યા બાદ પતિ રાજુ ઉર્ફ કલો ગોહિલની સાથે સાસરી ડબકામાં રહેવા લાગી હતી. લગ્નના બે મહિનાનો સમય પસાર થતા પ્રવિણાને લાગ્યું કે, પરિવારજનોનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હશે. તે કારણોસર તેને પિતાનો ફોન કર્યો પરંતુ પિતાનો ગુસ્સો શાંત થયો નહોતો. પિતાએ દીકરીને માફ કરવાની જગ્યાએ ફોનમાં કહ્યું કે, તું તારું સમગ્ર જીવન ત્યાં જ પસાર કરી લેજે.
એવામાં પિતા દ્વારા પ્રવિણાને જવાબ ન મળતા તેનું મન તૂટી ગયું હતું. આ દરમિયાન શુક્રવારના બપોરના સમયે પતિ ગામની સીમમાં કુદરતી હાઝતે ગયેલો હતો. તે સમયે પરત ફરેલા પતિ રાજુ દ્વારા જોવામાં આવ્યું તો પત્ની દ્વારા ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તે ચકિત થઈ ગયો હતો. કેમકે પ્રવિણાએ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા વડું પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા આપઘાતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.