IndiaSport

વિરાટ અને Faf ની જોડીએ IPLમાં ઈતિહાસ રચ્યો, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

IPL 2023માં RCBના શાનદાર પ્રદર્શન પાછળ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને તેના સાથી ઓપનર વિરાટ કોહલીની બેટિંગનો મહત્વનો ફાળો રહ્યો છે. વિરાટ અને Faf ની જોડીએ આ સિઝનમાં ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે લીગ તબક્કાની છેલ્લી મેચમાં આ બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ મેચમાં ઓપનિંગ કરતી વખતે બંનેએ ઝડપી શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. આ સાથે બંનેએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

વિરાટ કોહલી (Virat Kohli) અને ફાફ ડુ પ્લેસિસની જોડીએ આ સિઝનમાં 14 મેચમાં એકસાથે 939 રન ઉમેર્યા છે. આ જોડી એક સિઝનમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ રન ઉમેરવાનો રેકોર્ડ પણ ધરાવે છે. આ સીઝનમાં બંનેએ ફિફ્ટી પ્લસમાં ભાગીદારી કરી હોય તેવો આ આઠમો પ્રસંગ હતો. એક સિઝનમાં જોડીની સૌથી વધુ ફિફ્ટી પ્લસની ભાગીદારીની વાત કરીએ તો બંને ટોપ પર પહોંચી ગયા છે. ખાસ વાત એ છે કે બંનેએ પોત-પોતાના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

આ પણ વાંચો: બાબા બાગેશ્વરને ઓપન ચેલેન્જ કરનાર જનક બાબરીયાએ પત્ર લખીને વિવાદ કર્યો સમાપ્ત

IPL 2023માં વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis)નું વ્યક્તિગત પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું છે. Faf Du Plessis 8 અર્ધશતક સાથે સિઝનનો ટોપ સ્કોરર છે અને ઓરેન્જ કેપ તેનું નામ છે. આ સિઝનમાં બંનેની શાનદાર બેટિંગે 2016ની સિઝનની યાદ અપાવી દીધી છે જેમાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની જોડીએ એકસાથે ખૂબ ધૂમ મચાવી હતી.

આ પણ વાંચો: ઓનલાઇન સર્ચ કરીને કામવાળી શોધતા હોય તો જાણી લો રાજકોટનો આ કિસ્સો નહી તો તમે પણ ભોગ બની શકો છો