
અમદાવાદથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક સગીરા દ્વારા ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. તેમ છતાં પરિવારજનો પોસ્ટમો્ટમ કરાવવા ઈચ્છતા ના હોવાના કારણે પોલીસને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર માટે નરોડા સ્મશાન ગૃહ ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન પરિવાર સાથે જોવાજેવું થયું હતું.
પરિવાજનો સગીરાના મૃતદેહને સ્મશાન ગૃહ લઇ આવ્યા હતા પરંતુ તે સમયે જ સ્મશાન ગૃહમાં કામ કરનાર યુવકને સગીરાના ગળા પર ઇજાના નિશાન જોતા તેને શંકા ગઈ અને તેને આ મામલામાં પોલીસ જાણ કરી દીધી હતી.
ઘટનાની જાણ થતા જ નરોડા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સગીરાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં દરમિયાન પરિવારજનોએ જણાવ્યું કે, સગીરા અભ્યાસને લીધે ઘણા સમયથી તણાવમાં રહેવા લાગી હતી. તે કારણોસર તેને આ ગ્તેના પગલું ભર્યું હોઈ શકે છે. તેમ છતાં પીએમ કરાવવા ન ઈચ્છતા હોવાના લીધે પોલીસને આ મામલાની જાણ કરવામાં આવી નહોતી.
તેની સાથે પોસ્ટમોટ્મના રીપોર્ટમાં જાણકારી સામે આવી કે, સગીરા દ્વારા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરવામાં આવી હતી. પરંતુ પરિવારજનોને પોલીસને જાણ કર્યા વગર કેમ અંતિમ સંસ્કાર માટે લઈને આવ્યા તેને લઈને સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.