GujaratNavsariSouth Gujarat

ચીખલીના ખેડૂતે મગજ દોડાવીને કેરીના પાકમાંથી કરી જોરદાર કમાણી

નવસારી જિલ્લામાં ચીકુ અને ફળોના રાજા કેરીનો પાક ખૂબ મોટા પ્રમાણમાં થતો આવે છે, પરંતુ ફળમાખી ઉપદ્રવ તેમજ ક્લાયમેટ ચેન્જના કારણે ખેડૂતોને મોટુ નુકસાની ભોગવવાનો વારો આવે છે. ત્યારે કેરીના સારા ઉત્પાદન તેમજ તેના માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી ખેડૂતોએ કેરીને રક્ષણ આપનાર બેગિંગ સિસ્ટમ જેવું એક ક્ષા કવચ અપનાવ્યું છે. જેના થકી ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાનો પાક પણ ઉત્પાદ. કરી શકશે અને તે પાકનું રક્ષણ પણ કરી શકશે તેમજ તે પાકનો સારો એવો ભાવ લઈને મબલખ નફો પણ કમાઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, ચીખલી તાલુકા ખાતેના સમરોલી નામના એક ગામના ખેડૂત ચિંતનભાઈ દેસાઈએ નવસારી કૃષિ યુનિવર્સિટીથી પ્રેરણા લઇને તેમની વાડીમાં આશરે 1250 જેટલા આંબાઓ પર લાગેલી 22,000 જેટલી જુદી જુદી જાતની કેરીઓ પર સુરક્ષા કવચ ઉભું કર્યું છે. ખેડૂતે કેરીના પાકને ફળ માખી અને ક્લાઈમેટ ચેન્જથ કેરીના પાકને રક્ષણ આપવા બેગિંગ સિસ્ટમ કરી છે. આમ આ ખેડૂતે પાકને રક્ષણ પણ પૂરું પાડ્યું અને સારી ગુણવત્તા વાળો પાક પણ ઉત્પાદન કર્યું છે. આમ આ ખેડૂત આ પાક થકી હવે માબલખ નફો કમાશે.

નોંધનીય છે કે,આંબાના પાન પર કાળી ફૂગ તેમજ મધિયો નામની જીવાત પડેલી હોય છે. જેના કારણે વરસાદ અથવા ઝાકળ પડે ત્યારે તે પાણી મારફતે થઈને સીધું કેરી પર પડે છેમ અને કેરીના પાકને નુકશાન પહોંચાડે છે. અને માટે જ કેરી પાકની ગુણવત્તા જળવાતી નથી જેના કારણે ખેડુતોને તેમની મહેનતનો સારો ભાવ મળતો નથી. અને પછી નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી ચિંતન ભાઈ દેસાઈએ પુનાથી 2 રૂપિયા 25 પૈસા કિંમતની એક ખાસ પ્રકારની બેગ મંગાવીને તેમની આંબાવાડીમાં થયેલા કેરીના પાક પર સુરક્ષા કવચ રૂપ બેગિંગ સિસ્ટમ કરીને તેમણે ઉચ્ચ ગુણવત્તા વાળા કેરીના પાકનું ઉત્પાદન કર્યું છે.

ચિંતનભાઈએ જણાવ્યું હતું કે, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી તેમણે બેગિંગ સિસ્ટમની પદ્ધતિ અપનાવી હતી. જેના કારણે તેમના પાકને રક્ષણ મળ્યું અને ઉચ્ચ ગુણવત્તાવાળો પાક ઉત્પાદન કરતા તેમની આવકમાં 40%નો વધારો થયો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે