GujaratRajkotSaurashtra

પૂર્વ પુત્રવધૂએ સાસુને કાપીને કટકા કરી નાંખવાની આપી ધમકી અને પછી

લગ્ન પછી સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે પરિણીતાના ત્રાસથી કંટાળીને સાસુ સસરા ફરિયાદ કરવા મજબુર બનતા હોય છે. આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં એક સાસુએ તેમની પૂર્વ પુત્રવધુ પર પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદમાં સાસુએ જણાવ્યું છે કે, તેમના પુત્ર મનિષે આજથી 8 વર્ષ પહેલાં બજરંગવાડી ખાતે વસવાટ કરતા અમરભાઈ પરમારની દિકરી વર્ષાબેન પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી મારો પુત્ર અને તેની પત્ની બંને અમદાવાદ ખાતે રહેવા માટે જતા રહ્યા હતા. તેમજ તે બંને ને લગ્ન જીવન દરમિયાન સંતાનમાં ત્રણ વર્ષનો દીકરો પણ છે. પરંતુ તે બંને વચ્ચે અણબનાવ વધવાના કારણે બંને એ એકબીજાને છૂટાછેડા આપી દીધા હતા અને ત્યારથી ફરિયાદીનો પુત્ર અને પૌત્ર બંને તેમની સાથે રહેવા આવી ગયા હતા. 

ફરિયાદી સાસુ ભગતસિંહ ગાર્ડનમાં 24 જૂન 2023 ના રોજ હતા તે દરમિયાન તેમના મોબાઈલ ફોન ઉપર તેમની પૂર્વ પુત્રવધૂએ ફોન કરીને ગંદી ગંદી ગાળો આપી હતી. તેમજ ધમકી આપી કે  બજરંગવાડીમાં તું એક વખત આવીને બતાવ તને કાપીને તારા કટકા કરી નાખવા છે.

તમને જણાવી દઈએ કે, પૂર્વ પુત્રવધૂએ આ પ્રકારે ફોન કરીને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.