AhmedabadGujarat

પૂર્વ પ્રેમીએ પરિણીતાના પતિની કરી હત્યા, ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી પોલીસે કરી ધરપકડ

અનૈતિક સંબંધો અને પૈસાની બાબતને લઈને હત્યા થઈ હોવાના અનેક કિસ્સાઓ સતત સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવુ જ કંઈક આણંદ જિલ્લામાં સામે આવ્યું છે. જ્યાં પરિણીતા આ પ્રેમીએ પરિણીતાના પતિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદ તાલુકાના અલારસા નામ ના ગામ ની ટાવરવાળી ખડકી ખાતે વસવાટ કરતા 32 વર્ષની ઉંમરના સંદીપભાઈ ઉર્ફે સ્વામી ગત 31મી જુલાઈ 2023ના રોજ ગામમાં જઈને આવું છું તેમના કહીને ઘરેથી નીકળ્યા પછી સવાર થઈ ગઈ છતાં પણ ઘરે પાછા આવ્યા નહતા. જેથી સંદીપનાં મોટાભાઈ અંકિત સવારમાં સમયે ગામમાં ગામમાં શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન જાણવા મળ્યું કે, અલારસા બોરસદ રોડ ખાતે આવેલ એક ખેતરમાં કોઈ યુવકની લાશ પડી છે. તેથી અંકિતભાઈ તરત જ ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો જાણવા મળ્યું કે લાશ બીજા કોઈની નહીં પરંતુ તેમના ભાઈ સંદીપની જ છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જે જગ્યાએ સાંદિપની લાશ મળી હતી ત્યાંથી સંદીપ પટેલના મળી આવેલ મોબાઇલ ફોનમાં છેલ્લે જેની જોડે વાત થઈ અને તે જગ્યાથી થોડે દૂર બિનવારસી હાલતમાં મળી આવેલ એક મોટરસાયકલ ની તપાસ કરતા પેટલાદ તાલુકાના આસી નામના ગામ ખાતે વસવાટ કરતા નવીનભાઈ ઉર્ફે ટીપું ઉર્ફે પિન્ટુ રમણભાઈ પરમાર નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. ત્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા નવીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને હત્યાને અંજામ આપવામાં તેની સાથે આશી ગામે વસવાટ કરતો કૌશિકભાઈ કનુભાઈ ડાભી પણ હાજર હતો. ત્યારે પોલોસે બંનેની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

નોંધનીય છે કે, આશરે ત્રણેક વર્ષ પહેલા સંદીપ પટેલે પરિવારની મરજી વિરુદ્ધ જઈને બોરીયા નામના ગામની રાધિકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જયારે આ કેસનો મુખ્ય આરોપી નવીન એ વર્ષો પહેલા મૃતકની પત્ની રાધિકાના બોરીયા ખાતેના ઘરે ડ્રાઈવિંગ કરતો હતો. અને ત્યારે તે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. રાધિકા અને સંદીપના લગ્ન થયા પછી નવીને અલારસા ગામે આવીને સંદીપ અને તેના પરિવાર સાથે ઘરોબો બનાવી લીધો હતો. વિદેશમાં રહેતી સાંદિપની બહેનો જ્યારે પણ ભારત આવે ત્યારે નવીન જ તેમની ગાડી ચલાવતો હતો અને સંદીપના ઘરે અવારનવાર આવતો જતો રહેતો હતો. ત્યારે રાધિકાને પામવા માટે થઈને આરોપી નવીને રાધિકાના પતિ સંદીપને હટાવવા આ પ્રકારે હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની પણ મોટી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હાલ તો પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.