લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત ને લઈને ચારો તરફ ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં તારીખો જાહેર થાય તે પહેલા જ પૂર્વ મંત્રી રમણ પાટકરનું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. રમણ પાટકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 મી માર્ચના દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જશે. ચૂંટણીપંચની સત્તાવાર જાહેરાત પહેલા જ રમણ પાટકરના આ નિવેદનથી ચારોતરફ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે, નારગોલમાં દરિયા કિનારે પર્યટકો માટે ઇકો ટુરિઝમ સેન્ટર ના લોકાર્પણમાં રમણ પાટકર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે, ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત પણ કરાઈ નથી. ત્યારે રમણ પાટકર ચૂંટણી તારીખ ને લઈ પહેલા થી જ દાવો કરી દેવામાં આવ્યો છે.
તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 તારીખના રોજ આચાર સંહિતા લાગવાની છે એટલે 16 તારીખથી આપણે કંઈ બોલી શકીશું નહી એટલે તમને પહેલાથી કહી દઉં છું. તમામ આગેવાનોએ ખભાની ખભો મીલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આપીને ફરી એક વખત કમળને ખીલાવી એ તેમજ નરેન્દ્ર મોદીને દેશની જવાબદારી વધુ એક વખત આપણે બધા સોંપીએ.
તેની સાથે કોંગ્રેસ પાર્ટીમાં કશું ઠીક ચાલી રહ્યું નથી. એક તરફ દિગ્ગજ નેતાઓ દ્વારા પક્ષ છોડવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ કેટલાક નેતાઓને પાર્ટી દ્વારા બહારનો રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવામાં આવ્યો છે. વા માં એમના ભાઇ રામદેવ મોઢવાડિયાને કોંગ્રેસ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરવાનો આરોપ રહેલો છે. તે બદલ તેમની સામે શિસ્ત સમિતિએ પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રામદેવ મોઢવાડિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાની કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.