બાળકોના અપહરણના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં સાળા બનેવીએ સાથે મળીને એક બાળકીનું અપહરણ કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. જો કે, આ બંને જણાએ બાળકીનું અપહરણ કેમ કર્યું તે અંગે હજુ કોઈ ચોક્ક્સ કારણ સામે આવ્યું નથી. ત્યારે હાલ તો પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરખેજ પોલીસે ધરપકડ કરેલા બંને આરોપીઓમાંથી એકનું નામ સરમણ જેઠાભાઇ વાઘેલા અને બીજાનું નામ અરવિંદ ભીખાભાઈ ચૌહાણ છે. સાણંદ બ્રિજની નીચે બંને આરોપીઓ સાવરણી વેચવાનો વ્યવસાય કરે છે. બંને આરોપીઓએ એક દિવસ પહેલા બ્રીજના નીચે રમતી 4 વર્ષની એક માસુમ બાળકી જાનવીનું અપહરણ કરીને તેને વિરમગામ પાસે આવેલ એક હોટલ નજીક મૂકી દીધી અને બાદમાં બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે પોલોસને બાળકીનું અપહરણ થયાની ફરિયાદ મળતા જ પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બંને આરોપીઓની પોલીસે હળવદ પાસેથી ધરપકડ કરીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, બાળકીના અપહરણના કેસમાં બંને આરોપી સંબંધમાં સાળા બનેવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ તો આ મામલે બંને આરોપીઓની ધરપકડ મરી લીધી છે. જો કે, બંને આરોપીઓએ બાળકીનું અપહરણ કેમ કર્યું તેનું કારણ હજુ પણ અકબંધ છે. જેથી આ મળે વધુ તપાસ હાથ ધરવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.તો બાળકીની પણ મેડિકલ તપાસ કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું કે બાળકી સાથે કોઈ પ્રકારની ખરાબ ઘટના ઘટી નથી. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.